સુરત શહેરના સરથાણા વિસ્તારમાં 3 દિવસ અગાઉ બહુમાળીય શોપિંગ સેન્ટરમાં લાગેલી ભયંકર આગના કારણે અત્યાર સુધી 22 જેટલા વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. આગની ગોઝારી ઘટનાથી સમગ્ર ભારત દેશ શોકમાં છે. ઠેરઠેર સ્થાનિક લોકો દ્વારા તેમજ શાળાઓમાં કેન્ડલ માર્ચ યોજી આ આગમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
ડીસામાં કેન્ડલ માર્ચ યોજી સુરતના વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી - Gujarati News
બનાસકાંઠાઃ સુરતમાં બનેલી ગોઝારી ઘટનાથી સમગ્ર ભારત દેશ શોક છે. અલગ અલગ જગ્યાએ લોકો આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે ડીસા શહેરમાં પણ સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચ યોજી સુરતમાં બનેલી ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સ્થાનિક લોકો દ્વારા સુરત શહેરમાં લાગે ભયંકર આગના કારણે મૃત્યુ પામેલા 22 જેટલા વિદ્યાર્થીઓને માટે કેન્ડલ માર્ચ યોજી અને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.
બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓની સેફ્ટી માટે કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની મોટા ભાગની શાળાઓ ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે અને આ ગ્રામીણ વિસ્તારમાં વિદ્યાર્થીઓ શાળાએ પહોંચવા માટે જોખમી મુસાફરી કરતા નજરે પડતા હોય છે.
ત્યારે ડીસા શહેરના સ્થાનિક વકીલ દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે પોતાના બાળકોનું રક્ષણ જાતે જ કરવું જોઈએ. તેમજ શાળામાં અવારનવાર જે શાળાની તપાસ કરવી જોઈએ કે, પોતાના બાળકને કેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે અને ત્યાં પોતાના બાળક સારી રીતે રહી શકે અને ભણતર સારી રીતે મેળવી શકે તે જાણવુ અગત્યનું છે.