ગુજરાત

gujarat

ETV Bharat / state

આ રક્ષાબંધનના તહેવારે એક પણ આદિવાસી ભાઈનો હાથ સુનો નહીં રહે - જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા

બનાસકાંઠાની આદિવાસી મહિલાઓ રક્ષાબંધન પહેલા 14 જનજાતિ જિલ્લાઓના ગામડાઓમાં રક્ષાપોટલી (Tribal women celebrate Raksha Bandhan) પહોંચાડશે. ત્યારે જિલ્લા કલેક્ટરેની અધ્યક્ષતામાં (Banaskantha Collector Programme) કુમકુમના હજારો પેકેટ સાથે સાડીઓ મોકલવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. અહીં મહિલાઓએ કલેક્ટર, પોલીસ અધિકારીઓ સહિત અગ્રણીઓને રાખડી બાંધી હતી.

આ રક્ષાબંધનના તહેવારે એક પણ આદિવાસી ભાઈનો હાથ સુનો નહીં રહે
આ રક્ષાબંધનના તહેવારે એક પણ આદિવાસી ભાઈનો હાથ સુનો નહીં રહે

By

Published : Jul 30, 2022, 1:47 PM IST

Updated : Jul 30, 2022, 2:20 PM IST

અંબાજી/બનાસકાંઠાઃ રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બધી બહેનો પોતપોતાના ભાઈને રાખડી બાંધવા માટે ઉત્સાહિત જોવા મળી રહી છે. તેવામાં હવે જિલ્લાની આદિવાસી મહિલાઓ અંબાજીથી ઉમરગામ સુધીના 14 જનજાતિ જિલ્લાઓના 5,800 જેટલા ગામમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે રક્ષાપોટલી મોકલશે. મહિલાએ અંબે માની 2 લાખ રક્ષા પોટલી, કુમકુમના હજારો પેકેટ સાથે મહિલાઓ માટે સાડીઓ પણ મોકલશે. ત્યારે આ અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ (Banaskantha Collector Programme) પણ યોજાયો હતો. અહીં મહિલાઓએ કલેક્ટર, પોલીસ અધિકારીઓને રાખડી બાંધી હતી.

બહેનોએ ઉજવણીનો કર્યો પ્રારંભ

જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ - યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ (Ambaji Mandir Devasthan Trust) અને જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા (Janjati Kalyan Ashram Banaskantha) દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો. તો હવે આદિવાસી મહિલાઓ અંબાજીથી ઉમરગામ સુધીના 14 જનજાતિ જિલ્લાઓમાં (Raksha Potli Distribution in Umargam tribal district from Ambaji) રક્ષાપોટલી, કુમકુમના પેકેટ અને સાડીઓ મોકલશે. આદિવાસી વિસ્તારના લોકોને રક્ષાબંધનનો લાભ મળે ને સાથે પોતાની સંસ્કૃતિ જાળવી રખાય તે માટે આ કાર્ય કરવામાં આવશે.

આ પણ વાંચો-Rakshabandhan 2022 : 1500 રાખડીઓથી સ્વામિનારાયણ ભગવાન સજ્યા, રક્ષાકવચ જશે વિદેશમાં

બહેનોએ ઉજવણીનો કર્યો પ્રારંભ -બહેનોને સાડી મોકલવાનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં (Banaskantha Collector Programme) યોજાયો હતો. તે સમયે મહિલાઓએ અહીં કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેને રાખડી બાંધી આ ઉજવણીનો પ્રારંભ (Tribal women celebrate Raksha Bandhan) કર્યો હતો.

આ પણ વાંચો-એવી રાખડી કે જે વર્ષો સુધી સાચવી શકાય, આ રીતે તૈયાર કરી પ્રેમની પરિભાષા

અધિકારીઓને રાખડી બાંધી આદિવાસી મહિલાઓએ ઉજવી રક્ષાબંધન -આ સાથે જ અહીં દાતા હેતલભાઈ રાજગુરૂ તેમ જ નરેન્દ્ર પટેલની કામગીરીને બિરદાવમાં આવી હતી. તેમ જ અન્ય ઉપસ્થિત અધિકારીઓ દ્વારા બહેનોને મા અંબેની રક્ષા પોટલીને, કુમકુમના પેકેટ તેમ જ સાડી અર્પણ કરવામાં આવી હતી. જે આદિવાસી બહેનો 14 જિલ્લાના વિવિધ વિસ્તારના ગામડાઓમાં જઈ આ રક્ષાપોટલી પહોંચાડવાનું કાર્ય કરશે. આ કાર્યક્રમ મા અંબાજી કૉમેર્સ કૉલેજના (Ma Ambaji Commerce College) પ્રિન્સિપાલ હસમુખ પટેલ પણ જોડાયા હતા.

Last Updated : Jul 30, 2022, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details