- 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
- બનાસકાંઠા જિલ્લામાં પણ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
- આજે શનિવારથી સમર્પણ ગ્રુપ દ્વારા 11000 વૃક્ષારોપણ કરાશે
- પર્યાવરણ બચાવો અભિયાન
બનાસકાંઠા : દિવસેને દિવસે સમગ્ર વિશ્વભરમાં જે પ્રમાણે ઉદ્યોગોનો વિકાસ વધી રહ્યો છે તેના કારણે અનેક મોટા જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. જેના કારણે આજે સમગ્ર વિશ્વ પ્રદૂષણની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યું છે. ઉદ્યોગો, વાહન વ્યવહાર અને અનેક પ્રકારના માનવનિર્મિત પ્રદૂષણને કારણે આજે સમગ્ર વિશ્વ એક ગંભીર કટોકટી તરફ જઈ રહ્યું છે. પર્યાવરણને સાચવવા અને એના વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાના મહાન ઉદ્દેશ સાથે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા “વિશ્વ પર્યાવરણ જાળવણી દિવસ” તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી. જે બાદ આજે શનિવારે પણ પર્યાવરણને બચાવવા માટે વિવિધ સંગઠનો દ્વારા દર વર્ષે વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવે છે, પરંતુ આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ લોકો તેની માવજત કરતાં નથી. જેના કારણે માત્ર થોડા મહિનાઓમાં જ વૃક્ષો નષ્ટ થઈ જાય છે. છેલ્લા ઘણા સમયથી સમગ્ર વિશ્વમાં જે પ્રમાણે વિકાસ વધી રહ્યો છે તેને લઈ અનેક મોટા જંગલો નષ્ટ થઈ ગયા છે. સતત વૃક્ષોનું નિકંદન થતા હાલમાં વારંવાર વાતાવરણમાં પલટો આવે છે. ક્યારેક વધુ પડતી ગરમી પડે છે તો ક્યારેક વધુ પડતો વરસાદ, ત્યારે લોકોએ પોતાનો જીવન ટકાવી રાખવા માટે વધુમાં વધુ વૃક્ષો ઉગાડી અને તેનું જતન કરવું જરૂરી બની ગયું છે.
બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી આ પણ વાંચો : પર્યાવરણ દિવસની ઉજવણી માટે વડોદરા આવેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સુમનદીપ મુલાકાત વિવાદમાં
ડીસામાં ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરાયું
આજે 5 જૂનના દિવસે સમગ્ર વિશ્વ જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યો છે. તે અંતર્ગત આજે શનિવારે ડીસા ખાતે પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા ડીસાની સરકારી કચેરીઓ તેમજ સ્મશાનગૃહમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ડીસાના નાયબ કલેક્ટર આર.એમ.પટેલની અધ્યક્ષતામાં આજે સરકારી કચેરીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જે અંગે ફોરેસ્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. તેના કારણે લોકોએ અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે દર વર્ષે લોકો વધુમાં વધુ વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરવામાં આવે, જેથી આવનારા સમયમાં ફરી એકવાર સમગ્ર વિશ્વ હરિયાળું બની શકે.
આ પણ વાંચો :વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ: 26 વર્ષમાં 12 લાખ વૃક્ષો રોપનારા જીતુ પટેલ સાથે મુલાકાત
સમર્પણ ગ્રુપ દ્વારા 11 હજાર વૃક્ષનો સંકલ્પ
સમગ્ર વિશ્વ જ્યારે દિવસેને દિવસે મોટા મોટા જંગલોનો વિનાશ કરી રહ્યું છે, ત્યારે હાલમાં લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને જે પ્રમાણે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. તેના કારણે હાલમાં લોકો સૌથી મોટી પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે આવા સમયે આજે લોકો વૃક્ષો બચાવે અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરે તે માટે વિવિધ સંગઠનો દ્વારા આજના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી સેવામાં કાર્યરત સમર્પણ ગ્રુપવાળા પણ આજે તાલેગઢ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમર્પણ ગ્રુપના આગેવાનો ગામના લોકો તેમજ ડીસા તાલુકા પોલીસના PI દ્વારા ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જે બાદ આ તમામ લોકોએ એક વર્ષ દરમિયાન વિવિધ જગ્યાઓ પર 11000 વૃક્ષ વાવી તેનું જતન કરવાનો સંકલ્પ કર્યો હતો.