પૃથ્વી પર સતત વધી રહેલા ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષણને અટકાવવા માટે વૃક્ષારોપણ કરવું જરૂરી બની ગયું છે અને સરકાર પણ હવે આ બાબતેને લઇને ગંભીર બની છે, ત્યારે આજે ડીસા ખાતે લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લઇ આવવા અને વધુને વધુ લોકો પર્યાવરણને લઈ ગંભીર બને તે માટે ડીસા ખાતે તાલુકા કક્ષાનો 70મો વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડીસા ખાતે તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષણ
ડીસા: વનવિભાગ દ્વારા શહેરના સ્મશાનગૃહ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય અને પાલિકા પ્રમુખની હાજરીમાં યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ૪૦૦થી વધુ વૃક્ષો વાવી લોકોને પર્યાવરણ અંગે જાગૃત બનવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
ડીસા ખાતે યોજાયો તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ
ડીસાના ધારાસભ્ય શશિકાન્તભાઈ પંડ્યા અને પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળીની હાજરીમાં ડીસાના સ્મશાન ગૃહ ખાતે બાલ તરૂઓની રોપણી કરવામાં આવી હતી. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ૪૦૦થી વધુ વૃક્ષો વાવી લોકોને પર્યાવરણ બચાવવા અપીલ કરવામાં આવી હતી.