બનાસકાંઠાઃ જિલ્લામાં લોકડાઉન ખુલતાની સાથે જ અત્યાર સુધી અનેક અકસ્માત સર્જાયાં છે. ગત 15 દિવસમાં જિલ્લામાં થયેલા અકસ્માતમાં અનેક લોકોએ તેમની જિંદગી ગુમાવી છે. આજે પાલનપુર પાસે જગાણા નજીક બાઈક સ્લીપ થતાં સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
અમદાવાદ-પાલનપુર હાઈવે પર સર્જાયો અકસ્માત, એકનું મોત - Tragic accident
પાલનપુર અમદાવાદ નેશનલ હાઇવે પર ઓવરટેક કરતી વખતે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળેજ મોત થયું હતું.

અમદાવાદ-પાલનપુર હાઈવે પર સર્જાયો અકસ્માત, એકનું મોત
વડગામ તાલુકાના એદ્રાણા ગામના વતની મંગાભાઈ રાજાભાઈ રાવળ પોતાનું બાઇક લઈને પાલનપુર જઈ રહ્યા હતા ત્યારે ટ્રેકટરને ઓવરટેક કરવા જતાં બાઈક સ્લીપ થઈ હતી અને તેઓ રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.