ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના છાપી હાઈ-વે પર ટ્રાફિકથી વાહનચાલકો પરેશાન

બનાસકાંઠામાં પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર ચક્કાજામ સર્જાયો હતો. મહેસાણાથી પાલનપુર સુધીના રોડનું કામકાજ શરૂ થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. 5 કિલો મીટર સુધી વાહનચાલકો અટવાઇ પડયા હતા. 24 કલાક ધમધમતા આ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

By

Published : Oct 6, 2020, 8:57 AM IST

banas
banas

પાલનપુરઃ પાલનપુરથી અમદાવાદ સુધી સિક્સ લેન રોડનું કામકાજ શરૂ થઈ ગયું છે. જેમાં ચોમાસામાં કામકાજ બંધ રહ્યા બાદ ફરી પાલનપુરથી મહેસાણા સુધીના રોડનું કામકાજ શરૂ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ડાયવર્ઝન અને વૈકલ્પિક વ્યવસ્થા ન કરવાના કારણે રોડનું કામ શરૂ થતા જ ટ્રાફિક જામ સર્જાયો હતો. હજારો વાહનચાલકો પાંચ કિલોમીટર સુધી લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. સતત ધમધમતા આ રોડ પર ટ્રાફિક જામ થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે બાદમાં સ્થાનિક પોલીસે ત્યાં પહોંચી ટ્રાફિક હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

છાપી હાઈ-વે પર ચક્કાજામ

ઉલ્લેખનીય છે કે, પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે 24 કલાક ધમધમતો રહે છે. તેવામાં આ રોડ પર કોન્ટ્રાક્ટરની બેદરકારી, નિયમો મુજબ કામગીરી ન થવી, વાહનચાલકો માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ન થવાના કારણે અને યોગ્ય ડાઇવર્ઝન ન આપવાના કારણે રોજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરી અહીંથી પસાર થતા વાહનચાલકો માટે યોગ્ય વ્યવસ્થા શરૂ કરાવે તેવી વાહનચાલકોની માંગ છે.

ABOUT THE AUTHOR

...view details