ગુજરાત

gujarat

ETV Bharat / state

ધાનેરામાં વેપારીઓનો અનોખો વિરોધ, રસ્તો રોકી કર્યું ચક્કાજામ - traders blocked the road In Dhanera

બનાસકાંઠાના ધાનેરામાં ગોકળ ગતિએ ચાલતા પુલમાં નિર્માણકાર્યથી કંટાળેલા વેપારીઓએ બુધવારના રોજ ચક્કાજામ કરી રોષ ઠાલવ્યો હતો, વારંવાર રજૂઆત કર્યા બાદ પણ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મનમાનીથી રોષે ભરાયેલા ખેડૂતો રોડ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.

ધાનેરામાં વેપારીઓનો અનોખો વિરોધ, રસ્તો રોકી કર્યું ચક્કાજામ
ધાનેરામાં વેપારીઓનો અનોખો વિરોધ, રસ્તો રોકી કર્યું ચક્કાજામ

By

Published : Dec 16, 2020, 7:39 PM IST

  • ધાનેરમાં ચાલી રહેલ પુલના કામથી લોકો પરેશાન
  • ધાનેરામાં ગોકળ ગતિએ ચાલતા પુલમાં નિર્માણકાર્યથી કંટાળેલા વેપારીઓનો અનોખો વિરોધ
  • વેપારીઓએ રસ્તા પર ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ
  • તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરવા લોકમાંગ
  • ધાનેરામાં ચાલી રહેલ પુલના કામથી લોકો પરેશાન

બનાસકાંઠાઃ જિલ્લાના ધાનેરામાં છેલ્લા ઘણા સમયથી રેલ્વે પુલ પર ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન થઇ રહ્યા હતા, જે પરેશાની દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ધાનેરા રેલ્વે પુલ પર સરકાર દ્વારા કરોડોના ખર્ચે ઓવરબ્રિજ બનાવવા માટે શરૂઆત કરી હતી અને ઓવર બ્રિજ બનવાની શરૂઆત થતા જ ધાનેરા વાસીઓમાં ખુશી જોવા મળી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી ધાનેરામાં ઓવર બ્રીજનું કામ ધીમી ગતિએ ચાલતો હોવાના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને આજુબાજુમાં વ્યાપાર ધંધો લઈને બેઠેલા વેપારીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે, ધીમી ગતિએ ચાલતા પુલના કામના કારણે હાલમાં દિવસ દરમિયાન ટ્રાફીકજામ સર્જાય છે.

ધાનેરામાં વેપારીઓનો અનોખો વિરોધ, રસ્તો રોકી કર્યું ચક્કાજામ

વેપારીઓએ રસ્તા પર ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ

ધાનેરામાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સરકારે ઓવરબ્રિજ બનાવવાનું શરૂ કર્યું છે, પરંતુ છેલ્લાં બે વર્ષથી આ ઓવર બ્રીજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ માટે વેપારીઓએ વારંવાર કોન્ટ્રાક્ટર અને કલેકટરને રજૂઆત કરી છે, તેમ છતા પણ પુલનું નિર્માણ કાર્ય વેગવંતુ બનાવવામાં આવ્યું નથી, ત્યારે વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોન્ટ્રાક્ટરની મનમાનીથી કંટાળેલા ખેડૂતોએ બુધવારના રોજ વિરોધ દર્શાવ્યો હતો અને તમામ વેપારીઓ રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો, એટલું જ નહીં પરંતુ જ્યા સુધી બ્રિજનું કામ ઝડપી બનાવવાની બાંહેધરી નહીં આપે ત્યા સુધી રોડ પર ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી, ઉલ્લેખનીય છે કે આ બ્રીજ ધાનેરા શહેરના મધ્યમાંથી નીકળે છે અને શહેરમાં જવાનો પણ આ એકમાત્ર માર્ગ છે, આ રોડ પરથી રોજના બે હજારથી પણ વધુ વાહનચાલકો પર થાય છે, ત્યારે છેલ્લા બે વર્ષથી ધીમી ગતિએ ચાલતા કામના કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને હવે આ બ્રીજનું કામ ઝડપી થાય તેવી માગણી કરી રહ્યા છે.

ધાનેરામાં વેપારીઓનો અનોખો વિરોધ, રસ્તો રોકી કર્યું ચક્કાજામ

તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરવા લોકમાંગ

ધાનેરામાં છેલ્લા ઘણા સમયથી ઓવર બ્રીજનું ધીમી ગતિએ કામ ચાલી રહી છે, જેના કારણે લોકો ટ્રાફિક સમસ્યા સર્જાતા ભારે હાલાકી ભોગવી રહ્યા છે, આ ટ્રાફિકના કારણે લોકોને કલાકો સુધી અટવાઈને રહેવું પડે છે, જેના કારણે લોકોના કામ પણ અટવાઇ જતા હોય છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ પુલનું કામકાજ પૂર્ણ કરવામાં આવે, જેનાથી આવનારા સમયમાં લોકો જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે દૂર થાય.

ધાનેરામાં વેપારીઓનો અનોખો વિરોધ, રસ્તો રોકી કર્યું ચક્કાજામ

ABOUT THE AUTHOR

...view details