ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાની સાંકળ તોડવા અંબાજી વેપારી એસોસિએશનના અગ્રણીઓની બેઠક યોજાઈ

યાત્રાધામ અંબાજીમાં હાલ દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે 19 એપ્રિલે પણ 76 ઉપરાંત કોરોનાના પોઝિટિવ એક્ટિવ કેસ છે અને આ તમામ માટે 37 કન્ટેઇન્ટમેન્ટ ઝોન નક્કી કરવામાં આવ્યા છે.

એક્ટિવ કેસ માટે 37 કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરાયા
એક્ટિવ કેસ માટે 37 કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરાયા

By

Published : Apr 19, 2021, 6:06 PM IST

  • એક્ટિવ કેસ માટે 37 કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરાયા
  • કોરોનાની આ સાંકળ તોડવા વેપારી એસોસિએશનના અગ્રણીઓની એક બેઠક યોજાઈ
  • અંબાજી કોમ્યુનિટી હોલમાં બેઠક યોજાવામાં આવી

બનાસકાંઠા: હાલમાં વધતાં જતાં કોરોનાની આ સાંકળ તોડવા અંબાજીના વેપારી એસોસિએશનના અગ્રણીઓની એક બેઠક અંબાજી કોમ્યુનિટી હોલમાં અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જોકે આ બેઠકમાં સતત વધતા કોરોનાના પોઝિટિવ કેસોને લઇ ચિંતા વ્યક્ત કરાઇ હતી. આગામી સમયમાં લોકો ભુલના ભોગ ન બને તે માટે સ્વૈચ્છિક લોકડાઉન માટેનો વિચાર વ્યક્ત કરાતા વેપારીઓ દ્વારા આવતી કાલે મંગળવારે સાંજનાં 5 વાગ્યા બાદ પોતાના વેપાર-ધંધા બંધ રાખવાં તેમજ બુધવારથી સતત ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન કરી પોતાના વેપાર-ધંધા બંધ રાખવાની પણ ઉપસ્થિત અધિકારીઓ સાથે સહમતી અપાઈ હતી.

અંબાજી કોમ્યુનિટી હોલમાં બેઠક યોજાવામાં આવી

આ પણ વાંચો:બનાસકાંઠાના નેનાવામાં ગામના આગેવાનો અને સરપંચ દ્વારા સ્વયંભૂ લોકડાઉન

મંગળવારે સાંજના 5 વાગ્યા બાદ વેપાર-ધંધા બંધ

બુધવારથી સતત ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન તેમજ પોતાના વેપાર-ધંધા બંધ રાખવાની જાહેરાત અંબાજીના વેપારી એસોસિએશનના અગ્રણીઓએ કરી હતી. શનિવારથી બપોરે 1 વાગ્યા બાદ સંપુર્ણપણે તમામ વેપારીઓ આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાયના વેપાર-ધંધા અચોક્કસ સમય માટે બંધ રાખવાનું આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકનું PI, મામલતદાર, THO સહિતના તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહી કોરોનાની ચેઇન તોડવામાં સફળતા મળે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો:કોરોનાને કારણે પાટણમાં રવિવારે બજારો સ્વયંભૂ બંધ રહ્યા

અધિકારીઓએ માઇક સાથે વાહન ફ્લેગ માર્ચ યોજી

હાલ અંબાજીમાં 37 કન્ટેઇન્ટમેન્ટ ઝોન સહિત સમગ્ર અંબાજીમાં કોરોનાની જાગૃતિ માટે લોકોમાં અવેરનેશ આવે એ માટે પોલીસ, રેવન્યુ,અધિકારી તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓએ માઇક સાથે વાહન ફ્લેગ માર્ચ યોજી લોકોને કોરોનાથી બચવા માટે આહવાન કર્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details