બનાસકાંઠા: જિલ્લામાં દિવસેને દિવસે લોકોના વધી રહેલા સંક્રમણના કેસ વધી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીમાં મોટો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાઈરસના કેસોમાં વધારો થવાનું કારણ માટે લોકોને જવાબદાર માનવામાં આવે છે. સરકાર દ્વારા રોજેરોજ જાહેરાત કરવામાં આવે છે કે, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક પહેરવું, હાથ મિલાવવા નહીં,ભીડ કરવી નહીં છતાં પણ લોકો સરકારની ગાઈડ લાઇનથી જાણે કઈ લેવાદેવા જ ના હોય તે લોકો સરેઆમ સરકારના નિયમોનો ઉલ્લંઘન કરી રહ્યા છે.
સરકાર દ્વારા તમામ લોકોનું રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કોરોના વાઈરસની મહામારીમાં બનાસકાંઠા જિલ્લામાં વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં પણ સતત વધી રહેલા કોરોનાવાઈરસના કેસોને લઇ આરોગ્ય વિભાગ પણ ચિંતામાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાના નવા 1181 પોઝિટિવ કેસ નોંધાયા, 1413 ડિસ્ચાર્જ, 9 મોત, કુલ કેસ 1,51,596
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ સરકારી કચેરીઓ તેમજ તમામ વિસ્તારોમાં ટીમ બનાવી તમામનું રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ સૌથી વધુ જ્યાં લોકોની ભીડ થાય છે. તે સ્થળો પર આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે સતત કોરોના વાઈરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 2250 જેટલા કોરોના વાઈરસના કેસો સામે આવ્યા છે. 60 થી પણ વધુ લોકો કોરોના વાઈરસના કારણે મોતને ભેટયા છે. હવે કોરોના વાઈરસના કારણે વધુ લોકો મોતને ન ભેટે અને કોરોના વાઈરસની મહામારી સામે લડત આપી ફરી એકવખત તંદુરસ્ત જીવન જીવે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત લોકોને સારવાર આપવામાં આવી રહી છે.