ગુજરાત

gujarat

ETV Bharat / state

ત્રીજી લહેર અટકાવવા ડીસાના DySPની અનોખી પહેલ, પોલીસ પરિવાર માટે બનાવી "કોરોના માર્ગદર્શિકા" - રસીકરણ અભિયાન

કોરોના વાઇરસની મહામારીમાં વોરિયર્સ તરીકે પોલીસ જવાનોએ સેવા આપી છે, રાત-દિવસ પોતાના પરિવારની પરવા કર્યા વગર પોલીસ કર્મચારીઓએ ફરજ બજાવી છે, ત્યારે મહામારીના સમયમાં પોલીસ કર્મચારીઓ વધુમાં વધુ રસીકરણ કરાવે તે માટે ડીસાના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.

ત્રીજી લહેર અટકાવવા ડીસાના DySPની અનોખી પહેલ
ત્રીજી લહેર અટકાવવા ડીસાના DySPની અનોખી પહેલ

By

Published : Aug 8, 2021, 7:30 PM IST

  • કોરોના મહામારીમાં પોલીસ જવાનોની સેવાકીય પ્રવૃત્તિ
  • પરિવારની પરવા કર્યા વગર પોલીસ કર્મચારીઓએ કોરોનામાં આપી છે સેવા
  • કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા ગુજરાત સરકાર દ્વારા રસીકરણ અભિયાન
  • પોલીસ જવાનો વધુમાં વધુ રસીકરણ સાથે જોડાય તે માટે માર્ગદર્શિકા બહાર પડાઈ

બનાસકાંઠા : ભારતભરમાં કોરોનાની મહામારીમાં દેશનું અર્થતંત્ર અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સતત વધતા જતા કોરોના કેસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને આ લોકડાઉન દરમિયાન લોકો સુરક્ષિત રહે તે માટે પોલીસ જવાનો રાતદિવસ રસ્તા ઉપર સેવા આપી રહ્યા હતા, ત્યારે બનાસકાંઠા જિલ્લાના પોલીસ જવાનો પણ લોકો કોરોના મહામારીમાં સુરક્ષિત રહે તે માટે ખડેપગે રહીને લોકોને સેવા પૂરી પાડી હતી.

ત્રીજી લહેર અટકાવવા ડીસાના DySPની અનોખી પહેલ

ગુજરાતમાં રસીકરણ અભિયાન

સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર લોકો માટે ઘાતક સાબીત થઇ હતી, શરૂઆતમાં 2-3 લોકોથી શરૂ થયેલો કોરોનાએ અત્યાર સુધીમાં કરોડો લાકોને ચપેટમાં લઈ લીધા હતા અને જોતજોતામાં અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા, ત્યારે આ મહામારી સામે રક્ષણ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને આ રસીકરણ અભિયાનમાં વધુમાં વધુ લોકો રસીકરણ મહા અભિયાનમાં જોડાઇ રસીકરણ કરાવે તે ઝુંબેશ શરૂ કરી હતી. અત્યાર સુધી અનેક લોકોએ આ મહામારી સામે રક્ષણ મેળવવા રસીકરણ કરાવી છે, ત્યારે હજુ પણ વધુમાં વધુ લોકો રસીકરણ અભિયાનમાં જોડાઇ અને રસીકરણ કરાવે તે માટે સરકાર દ્વારા વારંવાર લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના સ્વજનોને સહાય ચેક અર્પણ

પોલીસ કર્મચારીઓ માટે માર્ગદર્શિકા બહાર પડાઈ

કોરોના મહામારી દરમિયાન રસીકરણ અંગે અનેક અફવાઓ ફેલાઇ રહી છે, ત્યારે ડીસાના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ગુજરાત પોલીસ માટે કોરોના મહામારીને લઈને ગેરમાન્યતાઓ અને રસીકરણથી થતાં ફાયદા અંગે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં તેઓએ કાયદા અને વ્યવસ્થાની જાળવણીની સાથે સાથે તેમના દ્વારા જિલ્લા પોલીસમાં કોરોના સંક્રમિત જવાનોના સ્વાસ્થ્ય માટે પણ પુરતી તકેદારી લેવામાં આવી હતી. હાલમાં સરકાર દ્વારા કોરોના રસીકરણની ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે, પરંતુ ક્યાંકને ક્યાંક રસીકરણ અંગે ગેરમાન્યતાઓ ફેલાઇ રહી છે.

પોલીસની ટીમ દ્વારા ત્રીજી લહેરને અટકાવવાના પ્રયાસો

રાજય પોલીસ વડા આશિષ ભાટીયાના આદેશથી તેમજ એડીશનલ ડીજીપી પી.કે.રોશનના નેતૃત્વમાં તબીબી ક્ષેત્રે ડીગ્રી ધરાવતાં પોલીસ અધિકારીઓની એક ટીમ દ્વારા ત્રીજી લહેરને અટકાવવા, રસી અંગેની અફવાઓ દુર કરવા, પોલીસ પરીવારમાં જાગૃતિ આવે તે આશયથી માર્ગદર્શિકા પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. રાજય પોલીસ વડા આશિષ ભાટીયા અને જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલના માર્ગદર્શન હેઠળ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો:ડોક્ટર્સની હડતાળ ગેરમાન્ય, માંગ ખોટી છે : મુખ્યપ્રધાન રૂપાણી

રસીકરણના ફાયદા અને ખાસિયતોનો ઉલ્લેખ

કોવિડ 19ના લક્ષણો, ડેલ્ટાના લક્ષણો, ડેલ્ટા પલ્સના લક્ષણો તેમજ કોરોનાની રસી વિશે ખ્યાલ આપે છે. કોરોના રસી DNA બદલે છે, ઝડપી રોલઆઉટના કારણે તે સલામત નથી, ખોરાકની એલર્જી, સ્તનપાન અથવા સગર્ભા સ્ત્રી રસી મેળવી શકતા નથી, હું રસીથી વાઇરસ મેળવીશ, મને કોરોના થઈ ગયેલી હોવાથી મારે રસીની જરૂર નથી, રસી લીધા પછી સાવચેતી કે માસ્કની જરૂર નથી તેવી ગેરમાન્યતાઓ દુર કરવા માટે સંપૂર્ણ વિગતોને આવરી લેવામાં આવી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા પોલીસ અને પોલીસ પરિવારમાં જાગૃતિ આવે તે હેતુથી ટીમના સાથ સહકારથી કોરોના અને રસીકરણ અંગે સંપૂર્ણ વિગતો સાથેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે, તેમ ડીસાના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details