કાશ્મીરમાં 370ની કલમ હટાવ્યા બાદ સમગ્ર દેશમાં આતંકવાદી હુમલાનો ખતરો વધી ગયો છે. એક તરફ કાશ્મીરમાં પરિસ્થિતિ થાળે પડી રહી છે. ત્યારે, બીજી તરફ અન્ય રાજ્યમાં આતંકવાદી હુમલાનો ખતરો મંડરાતા ગુજરાતની બોર્ડર પર સઘન સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે.
આતંકવાદી હુમલાની દહેશતને લઇ અમીરગઢ બોર્ડર પર બંદોબસ્તમાં વધારો - કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવ્યા
બનાસકાંઠા: કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવ્યા બાદ આતંકવાદી હુમલાની દહેશત વધી ગઈ છે. જેને પગલે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર એસઆરપીની ટુકડી અને બુલેટપ્રુફ જેકેટ સાથે પોલીસ જવાનો તૈનાત કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Banaskantha
જેમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડર પર એક SRPની ટૂકડી તૈનાત કરી દેવામાં આવી છે. આ સિવાય રાજસ્થાન તરફથી આવતા વાહનોની પણ સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેમાં પોલીસ અધિકારીઓને પણ બુલેટપૃફ જેકેટ આપી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સુરક્ષા વધારી દેવામાં આવી છે.