ભારતના 28 રાજ્ય, 400 જીલ્લા, 700 શહેર, 2000 ગામોની 30 હજાર કિલોમીટરની યાત્રા કરી ભારતને રેપ મુક્ત બનાવવાનું સપનું જોઈ રહ્યા છે દિલ્હીના યુથ આગેન્સ્ટ અનજસ્ટિસ ફાઉન્ડેશનના યુવાનો. છેલ્લા બે માસથી દિલ્હીના જંતર-મંતરથી માત્ર સાયકલ યાત્રા પર નીકળેલા આ ત્રણ યુવાનોએ રેપ મુક્ત ભારત બનાવવાની મુહિમ છેડી છે અને ઇન્સાફ કા પહિયાના બેનર હેઠળ સમગ્ર ભારતમાં સાયકલ યાત્રા કરીને લોકોને બળાત્કાર જેવા સંગીન અપરાધ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતમાં આજે પણ એવા ઘણા ગામો છે કે જ્યાં લોકોને બળાત્કાર શું છે તે અંગે હજુ સુધી સમજણ નથી અને દેશમાં અસમજણના કારણે અસંખ્ય બળાત્કારના કિસ્સાઓ કે જે સામે નથી આવતા ત્યારે દેશને સંપૂર્ણ રેપ મુક્ત બનાવવા માટે આજે ત્રણ યુવાનો ઇન્સાફ કા પહિયા મુહિમ અંતર્ગત સમગ્ર દેશમાં સાયકલ પર પ્રવાસ કરીને લોકો સુધી પહોંચી બળાત્કાર શું છે તેની સમજણ આપવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
દેશમાં દુષ્કર્મ અટકાવવાના સંદેશ સાથે સાયકલ પર ભારત ભ્રમણ કરી રહેલા ત્રણ યુવાનો ડીસા પહોંચ્યા - દેશમાં દુષ્કર્મની ઘટનાઓ
ડીસાઃ દેશમાં દુષ્કર્મની ઘટનાઓ ખુબ જ વધી રહી છે ત્યારે વધતી જતી દુષ્કર્મની ઘટનાઓને અટકાવવા માટે દિલ્હીથી ત્રણ યુવાનો સાયકલ યાત્રા દ્વારા દેશભરમાં લોકોને બળાત્કાર જેવી ગંભીર ઘટનાઓ અટકાવવા માટે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ડીસા ખાતે આ સાયકલ યાત્રીઓ આવી પહોંચતાં સ્થાનિક લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.
શરૂઆતમાં રાજસ્થાનના ગામે ગામ લોકોને આ અંગે સમજણ આપીને આ યુવકોની ટીમ ડીસા પહોંચતા તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવાનો આ ઉંમરમાં મોજશોખ કરતા હોય છે ત્યારે આ ત્રણ યુવાનોએ જાગૃતિ લાવવા માટે આટલી કઠિન યાત્રા શરૂ કરે છે તે ખુબ જ સરાહનીય બાબત છે ત્યારે દિશામાં પણ આ યુવકો જ્યારે લોકોને બળાત્કાર વિશે સમજણ આપે છે ત્યારે તેમના આ કાર્યની સ્થાનિક લોકો પણ પ્રભાવિત થયા હતા.
રેપ મુક્ત ભારત બનાવવાના ભગીરથ કાર્ય સાથે દિલ્હીથી બે મહિના અગાઉ નીકળેલા આ ત્રણ યુવાનો જ્યાં જ્યાં જાય છે ત્યાં સ્ત્રીઓનું મહત્વ સમજાવી રહ્યા છે ત્યારે આ યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલી આ મુહિમ દેશમાં બનતી બળાત્કારની ઘટનાઓ અટકાવવામાં સફળ થાય કે ના થાય પણ લોકોને જાગૃત કેળવવામાં રંગ લાવી રહ્યા છે.