ગુજરાત

gujarat

ETV Bharat / state

દાંતીવાડા ડેમની બનાસ નદીમાં ન્હાવા પડતા ત્રણ યુવાનોના મોત

બનાસ નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવકોનું ડૂબીને મોત થયું છે. બનાવના પગલે ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને પી એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Dantiwada dam
દાંતીવાડા ડેમ

By

Published : May 23, 2020, 8:37 PM IST

બનાસકાંઠા : તાજેતરમાં બનાસ નદી પર બાંધવામાં આવેલા દાંતીવાડા ડેમના દરવાજાનું સમારકામ કરવાનું હોવાથી ડેમનું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ પાણી નદીમાં છોડવામાં આવ્યા બાદ બનાસ નદી સજીવન થતાં લટીયા ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીમાં ગરમીથી રાહત મેળવવા રાણપુર ગામના 6 મિત્રો નદીમાં ન્હાવા પડ્યા હતા. જો કે, નદીમાં નહાવા પડેલા 6 યુવકો નદીના વમણમાં ફસાતા બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જેથી આજુબાજુના લોકોએ 6 માંથી 3 યુવકોને બચાવી લીધા હતા. જ્યારે 3 યુવકોના પાણીમાં ડૂબતા કરુંણ મોત થયા હતા.

દાંતીવાડા ડેમની બનાસ નદીમાં ન્હાવા પડતા ત્રણ યુવાનોના મોત
આ ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસે અને મામલતદાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં ડૂબેલા ત્રણેય યુવકોના મૃતદેહોને બહાર કાઢયા હતા. જેમાં બનાવના પગલે આજુબાજુના લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જ્યારે એક જ ગામના ત્રણ યુવકોના મોતથી ગામમાં માતમ છવાઇ ગયો હતો.
  • મૃતકોના નામ...

1. તુષાર નટવરભાઈ બારોટ, 15 વર્ષ

2. વિષ્ણુ બચુભાઇ રાવળ , 17 વર્ષ

3. રાહુલ બાબાભાઈ રાવળ, 17 વર્ષ

ABOUT THE AUTHOR

...view details