બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે એક તળાવમાં હજારો માછલીઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે . પાલનપુરના ભાગળ ગામ પાસે એક વર્ષો જૂનું તળાવ આવેલુ છે.જેમાં સોમવારે એકાએક હજારો માછલીઓના મૃતદેહ કિનારે પડેલા જોવા મળ્યા હતા.
પાલનપુર તાલુકાના ભાગળ ગામે તળાવમાં કેમિકલયુક્ત પદાર્થ નખાતા હજારો માછલીઓના મોત - News of palanpur
બનાસકાંઠાના ભાગળ ગામે આવેલા તળાવમાં અજાણ્યા શખ્સ દ્વારા કેમીકલયુક્ત પાણી છોડવામાં આવતા હજારો માછલીઓ મોતને ભેટી હતી. આ માછલીઓનો હજી સુધી નિકાલ કરવામાં આવ્યો નથી જેથી રોગચાળો ફેલાવાની દહેશત ઉઠી છે.

પાલનપુર
અચાનક આટલી બધી માછલીઓના મોતથી લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. કોઈ અજાણ્યા શખ્સોએ આ તળાવમાં કેમિકલવાળું પ્રવાહી ઠાલવતા માછલીઓ મોતને ભેટી હોવાનુ લોકોનું માનવું છે. ઉપરાંત મૃત માછલીઓનો કોઇ નિકાલ ન કરાતા ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતી સેવાઇ છે. કારણ કે આ જ તળાવનું પાણી ગામના પશુઓ પીવે છે અને જો કેમિકલવાળું પીવે તો પશુઓના મોત પણ થઈ શકે છે ત્યારે વહેલી તકે મૃત માછલીઓનો નિકાલ થાય તેવી સ્થાનિકોમાં માગ ઉઠી છે.