- ડીસામાં ચોરો બન્યા બેફામ
- પ્રિતમનગર વિસ્તારમાં 9 લાખ 32 હજારની ચોરી
- પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
- ચોરીની ઘટનાથી લોકોમાં ભય
ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે ચોરીઓની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ ચોરોએ મંદિર અને એટીએમને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યાર બાદ આજે ડીસાની પ્રીતમનગર સોસાયટીમાં ચોરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના દાગીના તેમજ રોકડ રકમ લઇ ફરાર થઇ ગયા હતા.
રોકડ અને દાગીના સહિત 9 લાખ 32 હજારની ચોરી
ડીસામાં ચોરોએ પ્રિતમનગર સોસાયટીના એક રહેણાંક મકાનને નિશાન બનાવ્યું હતું. પ્રિતમનગર વિસ્તારમાં રહેતા સરોજબેન ઠક્કર બ્યુટીપાર્લરનો વ્યવસાય કરે છે અને પહેલી તારીખના તેમના સાસરે રાધનપુર ગયા હતા. ત્રીજી તારીખે મોડી સાંજે ઘરે આવતા તેમના મકાનનું તાળું તૂટેલું હતું. તેમણે પોતાના મકાનમાં તપાસ કરતાં જોયું તો મકાનમાં રહેલા લગભગ 55 તોલાના સોનાના દાગીના અને 38000 હજારની રોકડ રકમની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. મકાનમાલિક સરોજબેન ઠક્કરે તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી છે.ડીસામાં બંધ મકાનમાંથી દાગીના સહિત 9 લાખ 32 હજારની ચોરી કરી તસ્કરો ફરાર
પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
આ ચોરીની ઘટનામાં પોલીસે 8 લાખ 94 હજારના દાગીના અને 38000 રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધી છે. મકાનમાલિક જણાવી રહ્યા છે કે તેમના મકાનમાંથી 55 તોલા સોનાની ચોરી થઈ છે. પરંતુ તમામ દાગીનાના બિલ હજારના હોવાના લીધે તેમણે જેટલા બિલવાળા દાગીના હતા તેટલા જ દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે અન્ય દાગીના વર્ષો જૂના હોવાના લીધે તેના બિલ ઉપલબ્ધના હોવાથી ચોરીની ફરિયાદમાં તેનો સમાવેશ થઈ શક્યો નથી.
વારંવાર બનતી ચોરીની ઘટનાથી લોકોમાં ભય
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દસ દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે, જેના કારણે લોકોની અવર જવર પણ ઘટી ગઈ છે. પરંતુ શિયાળાની કડકડતી ઠંડીનો લાભ અનેક સોસાયટીઓમાં તસ્કરો ઉઠાવી રહ્યા છે. ડીસાના પ્રીતમ નગર વિસ્તારમાં લાખો રૂપિયાની ચોરીની ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં જ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તાત્કાલિક ધોરણે આવી ચોરીની ઘટનાને અંજામ આપતા ચોરો સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
ડીસામાં બંધ મકાનમાંથી દાગીના સહિત 9 લાખ 32 હજારની ચોરી કરી તસ્કરો ફરાર - Stolen incidents in Banaskantha
ડીસા શહેરમાં આવેલી પ્રિતમનગર સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી. તસ્કરો બંધ મકાનને નિશાન બનાવીને સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર તઈ ગયા હતાં.
![ડીસામાં બંધ મકાનમાંથી દાગીના સહિત 9 લાખ 32 હજારની ચોરી કરી તસ્કરો ફરાર Deesa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10147396-299-10147396-1609986299978.jpg)
Deesa
Last Updated : Jan 7, 2021, 8:02 AM IST