ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં ચોરોએ બંધ મકાનને નિશાન બનાવી 80 હજારની ચોરી કરી - લોકડાઉન

ડીસાની વર્ધમાન સોસાયટીમાં આજે ગુરૂવારે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી 80 હજાર રૂપિયા ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. આ બાબતે મકાન માલિકને ચોરીની જાણ થતાં આ બાબતે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ચોરોએ બંધ મકાનને નિશાન બનાવી 80 હજારની ચોરી કરી
ચોરોએ બંધ મકાનને નિશાન બનાવી 80 હજારની ચોરી કરી

By

Published : Jul 23, 2020, 7:34 PM IST

બનાસકાંઠા: જિલ્લામાં ચોરોને લોકડાઉન ખુલ્યા બાદ જાણે ચોરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું હોય તેમ જોવા મળી રહ્યું છે. કોરોના વાઇરસની મહામારીમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવ્યું હતું. કોરોના વાઇરસની મહામારીના કારણે અનેક લોકોની સ્થિતિ કફોડી બની ગઇ હતી. કોરોના વાઇરસની મહામારીથી બચવા માટે દેશના વડાપ્રધાન દ્વારા જે લોકડાઉન આપવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોને રોજગારી ન મળતા પોતાના વતનની વાટ પકડી હતી. ભાડાના મકાનમાં રહેતા લોકો પોતાના પરિવાર સાથે જેમ તેમ કરી નીકળી ગયા હતાં. આવા સમયનો લાભ લઈ ચોરોએ બનાસકાંઠા જિલ્લાના અનેક મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે.

ચોરોએ બંધ મકાનને નિશાન બનાવી 80 હજારની ચોરી કરી

ચોરને જાણે કોરોના વાઇરસ અને પોલીસની સહેજ પણ ડર ન હોય તેમ બિન્દાસ પણે ચોરી કરી રહ્યા છે. ત્યારે આજે ગુરૂવારે આવી જ એક ચોરીની ઘટના ડીસાના વર્ધમાન સોસાયટીમાં બની હતી. વર્ધમાન સોસાયટીમાં રહેતા સોમાજી વિરાજી માળી જેઓ લોકડાઉનમાં પોતાના વતન ચંદાજી ગોળીયા ગામે પોતાના પરિવાર સાથે ગયા હતાં. જેથી છેલ્લા ઘણા સમયથી તેમનું મકાન બંધ હતું. આ તકનો લાભ લઈ ચોરોએ તેમના મકાનમાં પ્રવેશ કર્યો હતો અને અંદર પડેલો તમામ માલ-સમાન વેર વિખેર કરી ચાંદીના દાગીના જેની કિંમત 56 હજાર રૂપિયા અને 24 હજાર રોકડ મળી 80 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. જ્યારે સવારે આ બાબતની જાણ આસપાસના લોકોને થતાં તેઓેએ મકાન માલીકને જાણ કરી હતી. ત્યારબાદ મકાન માલીકે આ બાબતની જાણ ડીસા દક્ષિણ પોલીસને કરી હતી. જેના પગલે પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details