ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસા મામલતદાર કચેરીમાં રાશનકાર્ડમાં સિક્કો કરાવવા હોબાળો - રાશનકાર્ડમાં સિક્કો કરાવવા માટે લોકોનો હંગામો

એક તરફ કોરોનાનું મહા સંકટ છે અને બીજી તરફ ડીસા મામલતદાર કચેરી બહાર લોકોએ રાશનકાર્ડમાં સિક્કો કરાવવા માટે હોબાળો મચાવ્યો હતો. મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

Etv Bharat, Gujarati News, Deesa News
ડીસા મામલતદાર કચેરીમાં રાશનકાર્ડમાં સિક્કો કરાવવા માટે લોકોનો હંગામો

By

Published : Apr 3, 2020, 4:57 PM IST

ડીસાઃ કોરોના વાઇરસ સામેની લડાઈમાં ગરીબ લોકોને રાશન મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા 1લી એપ્રિલ થી સસ્તા અનાજની દુકાનો પરથી રાશન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે શુક્રવારે ડીસા મામલતદાર કચેરીમાં મહિલાઓએ રાશનકાર્ડમાં સિક્કો કરાવવા માટે હંગામો મચાવ્યો હતો.

ડીસા મામલતદાર કચેરીમાં રાશનકાર્ડમાં સિક્કો કરાવવા માટે લોકોનો હંગામો
દરેક રાજ્યમાં ગરીબ લોકોને સમયસર અનાજ મળી રહે અને લોકો હાલ પૂરતું પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા 1લી એપ્રિલથી સસ્તા અનાજની દુકાનો પરથી રાશન આપવાનું શરૂ કર્યું છે. લૉકડાઉનના કારણે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો પર છેલ્લા બે દિવસથી રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીપીએલ અને અંત્યોદય સિવાયના કાર્ડધારકોને રાશન ન અપાતું હોવાથી શુક્રવારે સવારથી જ મામલતદાર કચેરી ખાતે મહિલા સહિત કાર્ડધારકોની લાંબી કતારો લાગી હતી. મહિલાઓ રેશનકાર્ડમાં સિક્કા મરાવવા આક્રમક બની હતી.
ડીસા મામલતદાર કચેરીમાં રાશનકાર્ડમાં સિક્કો કરાવવા માટે લોકોનો હંગામો

જો કે, પુરવઠા મામલતદાર દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી એકટ સિવાયના કાર્ડધારકોને અનાજ મળવાપાત્ર નથી તેમ જણાવતાં મહિલાઓ આક્રમક બની હતી. મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં કાર્ડધારકોના ટોળેટોળાં ઉમટી પડતાં સોશિયલ ડીસ્ટન્સ અને કલમ 144નો સરેઆમ ભંગ જોવા મળ્યો હતો. ડીસા શહેર ઉત્તર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મહિલાઓ અને કાર્ડધારકોને સમજાવીને રવાના કરતાં મામલો થાળે પડયો હતો.

ABOUT THE AUTHOR

...view details