ગુજરાત

gujarat

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ચોરોનો તરખાટ, 1 જ દિવસમાં 22 જગ્યા પર ચોરી

By

Published : Oct 16, 2020, 12:34 PM IST

બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારોમાં તસ્કરોએ તરખરાટ મચાવ્યો છે. કુલ 22 જગ્યાઓ પર ચોરી કરતાં પોલીસ પણ દોડતી થઇ ગઇ છે. આ બનાવને પગલે પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ચોરોનો તરખાટ, 1 જ દિવસમાં 22 જગ્યા પર ચોરી
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ચોરોનો તરખાટ, 1 જ દિવસમાં 22 જગ્યા પર ચોરી

બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં વાવના આકોલી ગામે 5 જગ્યાએ જ્યારે થરાદ તાલુકાના સાબા ગામે 17 જગ્યાએ ચોરી કરી કુલ 22 જગ્યાએ ચોરી કરતાં પોલીસ પણ દોડતી થઇ ગઇ છે. બનાવને પગલે પોલીસે CCTV ફૂટેજના તસ્કરોની તપાસ હાથ ધરી છે.

થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો ખેતીની સિઝન ચાલતી હોવાથી લોકો બધા ખેતરોમાં પાકને વાઢવા કાપવા માટે રાત્રી દરમિયાન જતા રહે છે. તેમજ 50 ટકાથી વધુ લોકો ખેતરોમાં નિવાસ બનાવી ત્યાં રહેવા લાગ્યા છે. આથી ગામમાં આવેલા ઘરો અને મકાનો બંધ હાલતમાં છે, ત્યારે ફાયદો ઉઠાવી ચોરી કરનારા તસ્કરો બેફામ બન્યા છે. થરાદના સાબા ગામમાં મોડી રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો ચોરી કરવા ત્રાટક્યા હતા. જેમાં મંદિરોમાં રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જેમાં ગામલોકોએ જણાવ્યા મુજબ સાબા ગામમાં દસ મકાનો અને ત્રણથી વધુ મંદિરોમાં રાતના સમયે અજાણ્યા તસ્કરોએ ત્રાટકી તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે બીજી બાજુ વાવના આકોલી ગામે કે રાત્રીના સમયમાં ચોરોએ આકોલી ગામમાં તરખરાટ મચાવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ચોરોનો તરખાટ, 1 જ દિવસમાં 22 જગ્યા પર ચોબનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ચોરોનો તરખાટ, 1 જ દિવસમાં 22 જગ્યા પર ચોરી

બનાસબેન્કના CCTV કેમેરામાં ચોર કેમેરાને બંધ કરવાની કોશીશ કરતો હતો જે ફૂટેજમાં જોવા મળી રહ્યું છે. જ્યારે વિવિધ ઘરોમાંથી લાખો રૂપિયાની ચોરી કરી એક ઘરમાંથી એક લાખ 82 હજાર રૂપિયા રોકડા અને એક ચાંદીનુ ઘરેણાની ચોરી થઇ હતી. જ્યારે આકોલીની બનાસ બેન્કને પણ ટાર્ગેટ કરી હતી પરંતુ તીજોરી ન તૂટતા બેંકમાં ચોરી કરવામાં ચોરો નિષ્ફળ ગયા હતા.

આકોલી ગામના ગોગા મંદિરમાં પણ દાંનપેટી ચોરાઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે. જયારે કોંગ્રેસ સમિતિ વાવના પ્રમુખ ઠાકરસિંહ ભાઈએ જણાવ્યુ હતુ એક રાતમાં આકોલી અને સાબા ગામે 10થી વધારે ચોરીના બનાવ સામે આવ્યા છે અને એક રાતમાં બે-બે ગામ લૂંટાતા હોય અને ચોરોને મોકળું મેદાન મળી ગયું હોય એમ બિન્દાસ ચોરી કરી રહ્યા છે. ત્યારે બેફામ બનેલા ચોરોને તંત્ર દ્વારા તરત પકડી પાડીને કાયદાના પાઠ ભણાવે એવી સ્થાનિક પોલીસ તંત્ર સામે રજૂઆત કરી હતી.

થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાતના સમયે ચોરી કરી ફરાર થતાં ગ્રામીણ વિસ્તારના લોકોમાં ફફડાટ મચી ગયો હતો. ઉલેખ્ખનીય છે કે, એક બાજુ દિવાળી અને નવરાત્રિના તહેવાર આવે તેની પહેલા તસ્કરો ચોરી કરી થરાદ પંથકમાં પોલીસને પડકાર આપી રહ્યા છે, ત્યારે થરાદ પોલીસ દ્વારા ઝડપથી આ ચોરીનો ભેદ ઉકેલી ચોરને પકડી પાડે તેવી ગ્રામજનોની માગ છે.

ABOUT THE AUTHOR

...view details