- શહેરના ગણેશપુરા વિસ્તારમાં બની ચોરીની ઘટના
- હનુમાનજીના મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન
- મંદિરની દાનપેટી ઉઠાવી તસ્કરો ફરાર
- અંદાજીત 3000 રૂપિયાની ચોરી
પાલનપુર : શહેરમાં શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ ચોરીના બનાવો દિન પ્રદીન વધી રહ્યા છે. ત્યારે તસ્કરોએ સંકટમોચક હનુમાનજીના મંદિરને નિશાન બનાવતા શહેરના ગણેશપુરા વિસ્તારમાંથી દાનપેટીની ચોરી કરી હતી. આ મુદ્દે મંદિરના પૂજારીની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.