ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના ધાનેરામાં બંધ મકાનમાંથી ધોળા દિવસે તસ્કરોએ કરી ચોરી

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં શ્રીનાથ સોસાયટીમાં બંધ મકાનમાંથી ધોળા દિવસે સાડા ચાર લાખ રૂપિયાની ચોરી થઈ છે. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

બનાસકાંઠાના ધાનેરામાં બંધ મકાનમાંથી ધોળા દિવસે તસ્કરોએ કરી ચોરી
બનાસકાંઠાના ધાનેરામાં બંધ મકાનમાંથી ધોળા દિવસે તસ્કરોએ કરી ચોરી

By

Published : Mar 19, 2021, 7:18 PM IST

  • ધાનેરામાં શ્રીનાથ સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ બનાવી નિશાન
  • સાડા ચાર લાખ રૂપિયાના માલમત્તાની કરી ચોરી
  • ધાનેરા પોલીસે તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠાઃ જિલ્લાના ધાનેરામાં ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ ધોળા દિવસે એક બંધ મકાનમાંથી સાડા ચાર લાખ રૂપિયાની ચોરી કરી છે. ધાનેરાની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા ભરતસિંહ ઠાકોર જે ધાનેરાના પેટ્રોલ પંપ પર નોકરી કરે છે અને શ્રીનાથ સોસાયટીમાં રહે છે, ત્યારે ગુરુવારે તેઓ સવારે 10:00 વાગે નોકરીએ ગયા હતા અને મોડી રાત્રે નોકરીથી પરત ઘરે આવતા પોતાનું ઘર વેરવિખેર જોવા મળ્યું હતું.

બનાસકાંઠાના ધાનેરામાં બંધ મકાનમાંથી ધોળા દિવસે તસ્કરોએ કરી ચોરી

મકાનમાલિકે પોલીસને કરી જાણ

મકાનમાલિકને ચોરી થઈ હોવાનો અહેસાસ થતા જ ધાનેરા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવને પગલે ધાનેરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તસ્કરો દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

બનાસકાંઠાના ધાનેરામાં બંધ મકાનમાંથી ધોળા દિવસે તસ્કરોએ કરી ચોરી

આ પણ વાંચોઃ સિદ્ધપુરમાં બે ફેક્ટરીમાંથી તસ્કરોએ કરી ચોરી

પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી

ધાનેરામાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ધાનેરામાં ચોર ટોળકી સક્રિય બની છે. શ્રીનાથ સોસાયટીમાં રહેતા ઠાકોર પરિવારના મકાનમાં ચોરોએ પ્રવેશ કરી તિજોરી તોડી તેમાંથી 1.60 હજાર રોકડ, સોનાનું મંગળસૂત્ર, વીંટી, દોરો તેમજ ચાંદીનો જુડો, છડા સહિત રૂપિયા કુલ 4.50 લાખના માલમત્તાની ચોરી કરી હતી. મકાન મકાનમાલિકે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ફરિયાદના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

બનાસકાંઠાના ધાનેરામાં બંધ મકાનમાંથી ધોળા દિવસે તસ્કરોએ કરી ચોરી

ABOUT THE AUTHOR

...view details