ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં તસ્કરો બન્યા બેફામ : એક જ રાતમાં 8 દુકાનોનાં તાળા તૂટ્યા - બનાસકાંઠા સમાચાર

બનાસકાંઠાના ધાનેરામાં ફરી એકવાર તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને એક જ રાતમાં 8 દુકાનોના તાળા તોડી માલમત્તાની ચોરી કરવાની તસ્કરી CCTV કેમેરામાં કેદ થયા છે. આ મામલે પોલીસે CCTV ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરોની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા સમાચાર
બનાસકાંઠા સમાચાર

By

Published : Mar 23, 2021, 8:04 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં તસ્કરોનો તરખાટ મકાન અને દુકાનોને બનાવી રહ્યા છે નિશાન
  • બનાસકાંઠા જિલ્લા ધાનેરમાં એક જ રાત્રિમાં 6 દુકાનોના તાળા તૂટ્યા
  • ધાનેરામાં પોલીસ પેટ્રોલિંગ વધારવા દુકાનદારો અને સ્થાનિકોની માગ

બનાસકાંઠા : તસ્કરોને જાણે બનાસકાંઠા જિલ્લો પસંદ આવી ગયો હોય તેમ એક બાદ એક મોટી મોટી ચોરીઓને અંજામ આપી રહ્યા છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં હાલમાં તસ્કરો શહેરી વિસ્તાર છોડીને ગ્રામીણ વિસ્તાર તરફ મોટી ચોરીઓને અંજામ આપી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદ, વાવ, ધાનેરા, દિયોદર જેવા શહેરોમાં હાલ તસ્કરો મોટી મોટી ચોરીઓને અંજામ આપી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને દિયોદર ગામ ચોરોને જાણે ફળી ગયું હોય તેમ એક મહિનામાં બે ત્રણ મોટી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં તસ્કરો દિવસ હોય કે પછી રાત કોઈપણ સમયે બંધ મકાનો અને દુકાનો લાભ લઇ ચોરી કરી ફરાર થઈ જતા હોય છે. અત્યાર સુધી ગત 6 મહિનામાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને ધાનેરામાં સૌથી વધુ ચોરીની ઘટના સામે આવી છે.

એક જ રાતમાં 8 દુકાનોનાં તાળા તૂટ્યા

બનાસકાંઠા જિલ્લા ધાનેરમાં એક જ રાત્રિમાં 6 દુકાનોના તાળા તૂટ્યા

ધાનેરામાં મોડી રાત્રે તસ્કરો આઠ દુકાનના તાળા તોડી ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ધાનેરા શહેરની વચ્ચે આવેલા અંબિકા શોપિંગ સેન્ટરમાં આવેલી 8 દુકાનોને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી. રાત્રિના સમયે 8 દુકાનોના શટર તોડી તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા અને અલગ-અલગ દુકાનોમાંથી અંદાજીત 50,000 રૂપિયાના માલમત્તાની ચોરી કરી ગયા હતા. મંગળવારની વહેલી સવારે ચોરી થયા અંગેની જાણ થતાં જ ધાનેરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં તપાસ કરતા ચોરી કરવા આવેલા 3 અજાણ્યા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા, જેથી પોલીસે CCTV કેમેરામાં દેખાતા અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધાનેરામાં પોલીસ પેટ્રોલિંગ વધારવા દુકાનદારો અને સ્થાનિકોની માગ

બનાસકાંઠા જિલ્લામાં તસ્કરોને જાણે પોલીસનો સહેજ પણ ન રહ્યો તેમ એક બાદ એક મોટી મોટી ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને દિયોદરમાં અત્યાર સુધી સૌથી મોટી ચોરીઓની ઘટનાઓ સામે આવી છે, ત્યારે ધાનેરામાં મોડી રાત્રે એક જ રાતમાં 8 દુકાનોનાં તાળાં તૂટતાં ધાનેરા શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ ધાનેરામાં મોટી મોટી ચોરીઓની ઘટનાઓ સામે આવી છે. વધતી જતી ચોરીની ઘટનાને લઇ પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હાલ તો ધાનેરાના વેપારીઓ અને સ્થાનિક લોકોની એક જ માગ છે કે, રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે છે. જેનાથી આવનારા સમયમાં ચોરીની ઘટના બનતી અટકી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details