બનાસકાંઠાના થરાદ અને વાવ પંથકમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો ચોરી કરી તરખાટ મચાવતા હતા. આ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ મંદિર અને ઘરફોડ ચોરીઓ કરી પોલીસને આ ગેંગ પડકાર ફેંકતી હતી. જે દરમિયાન થરાદ પોલીસે થરાદ માર્કેટયાર્ડ અસે અર્બુદા શોપિંગ સેન્ટરમાંથી ચોરાયેલા મોબાઈલની કોલ ડિટેઇલ અને IMEI નંબરના આધારે લોકેશન મેળવી વાવના ટડાવ ગામના પ્રકાશ ઉર્ફે બલો પારેગી અને દિનેશ પરમારની અટકાયત કરી હતી તેમજ પૂછપરછ કરતા સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો હતો.
થરાદ, વાવ પંથકમાં ચોરી કરી તરખાટ મચાવતી ગેંગ ઝડપાઇ - banashkantha
બનાસકાંઠાઃ જિલ્લાના થરાદ અને વાવ પંથકમાં ઘરફોડ અને મંદિર ચોરી કરી તરખાટ મચાવતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગના ચાર સાગરિતોને ઝડપી 13 જેટલી ચોરીનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.
ગેંગ
પોલીસે આ ગેંગના અન્ય બે આરોપીઓ શાંતિ પરમાર અને હરેશ પરમાર સહિત કુલ ચાર આરોપીઓની અટકાયત કરી કડક પૂછપરછ કરી હતી. જે દરમિયાન આ ગેંગે થરાદ અને વાવ પંથકમાં અલગ અલગ જગ્યાએ 13 ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે આ ચારેય શખ્સોને જેલમાં ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.