ગુજરાત

gujarat

ETV Bharat / state

યુવાન તલવાર સાથે દુકાનમાં ઘુસી જતા હંગામો મચ્યો

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ઈકબાલગઢ ગામમાં રવિવારની બપોરે બાઈકના નાણાની ઉઘરાણી બાબતે અન્ય યુવકોએ દરમ્યાનગીરી કરતા સગીર યુવક ખુલ્લી તલવાર લઈને દુકાનમાં ઘુસી ગયો હતો. જોકે, સ્થાનિકોએ જાગરૂકતા દાખવવાને કારણે કોઈ જ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. તેમજ પોલીસે તાત્કાલિક દુકાનો બંધ કરાવી આરોપીઓ વિરુદ્ધ આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા
બનાસકાંઠા

By

Published : Jan 4, 2021, 3:52 PM IST

Updated : Jan 4, 2021, 4:06 PM IST

  • બાઈકના નાણા બાબતે ઇલબલગઢમાં થઈ બબાલ
  • યુવક તલવાર સાથે દુકાનમાં ધસી આવતો હોબાળો
  • પોલીસે દુકાનો બંધ કરાવી, આરોપી સામે કરી કાર્યવાહી

બનાસકાંઠા : અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામે રવિવારની બપોરે બાઈકના નાણાની ઉઘરાણી બાબતે અન્ય યુવકોએ દરમિનગીરી કરી ખુલ્લી તલવાર લઈ દુકાનમાં ઘુસી ગયા હતા. જોકે, સ્થાનિકોએ જાગરૂકતા દાખવવાને કારણે કોઈ જ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. તેમજ પોલીસે તાત્કાલિક દુકાનો બંધ કરાવી, આ અંગે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો

સમગ્ર વિગતો જોઈએ તો અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામે એક વ્યક્તિએ પોતાનું બાઇક ગામના સ્થાનિક યુવકને વેચ્યું હતું, પરંતુ આ યુવક દ્વારા નાણાની ચુકવણી નહીં કરાતા આ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઇકબાલગઢ ગામમાં જવેલરીની દુકાન આગળ જવેલરી શોપ ચલાવનારા વ્યક્તિએ બાઇકના નાણા પરત આપવા જણાવ્યું હતું. જેથી બાઇક ખરીદનારા આ યુવકે ઉશ્કેરાઈ જઈ ખુલ્લી તલવાર લઈ દુકાનમાં પ્રવેશ કર્યો હતો. આ સોનાં ચાંદીની દુકાન ચલાવનારા શખ્સને કહ્યું હતું કે, તું બાઈકનાં નાણા બાબતે વચ્ચે કેમ બોલે છે? તેમ કહી તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિક લોકોએ જાગરૂકતા દાખવી આ યુવકને ત્યાંથી ભગાડી મુક્યો હતો, પરંતુ આ બનાવ બાદ ગામમાં માહોલ તંગ બન્યો હતો. પોલીસે તાત્કાલિક ગામની તમામ દુકાનો બંધ કરાવી આરોપી યુવક સામે એફઆઈઆર દાખલ કરતા મામલો થાળે પડ્યો હતો.

Last Updated : Jan 4, 2021, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details