ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં મહિલાનાં ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરનાર બે શખ્સોને પોલીસે ઝડપ્યા - bhavesh bhojak

પાટણઃ પાટણમાં ત્રણ મહિના અગાઉ શહેરની જી.ઈ.બી ઓફીસ નજીક મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરનાર બે શખ્સોને એલ.સી.બી પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

પાટણ

By

Published : May 19, 2019, 12:56 AM IST

પાટણ એલ.સી.બી પોલીસે ત્રણ મહિના અગાઉ શહેરની જી.ઈ.બી ઓફીસ નજીક મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ કરનાર બે શખ્સોને બાતમીના આધારે સિહોરી ત્રણ રસ્તા નજીકથી બંને ગુનેગારોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને શખ્સો લુંટનો મુદ્દામાલ વેચવા શહેર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન પોલીસે ઝડપી પાડ્યા હતા. આ સાથે જ ઝડપાયેલા ઇસમો પાસેથી ચોરીના બે બાઈક પણ કબજે કર્યા છે.

પાટણ માં ત્રણ મહિના અગાઉ મહિલા ના ગળા માં થી સોના ના દોરા ની ચીલઝડપ કરનાર બે શખ્સો ને પોલીસે ઝડપી પાડી ઉકેલ્યો ગુના નો ભેદ

હાલ બંને ઇસમોને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની પોલીસે તજવીજ હાથ ધરી છે સાથે જ રિમાન્ડ દરમિયાન અન્ય ચોરીઓ અને લુંટના પણ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details