- કુલ 65 હજાર 887 મતદાતાઓએ કર્યું વોટિંગ
- ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ
- બીજી માર્ચે થશે મતગણતરી
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં 56.46 ટકા થયું મતદાન - Corporation election
બનાસકાંઠા જિલ્લાની સહુથી મોટી પાલનપુર નગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું. જેમાં 1 લાખ 16 હજાર 706 મતદાતાઓમાંથી 65 હજાર 887 મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.જેને લીધે શહેરનું વોટિંગ 56.46 ટકા જેટલું નોંધાયું હતું. એકાદ નાની-મોટી ઘટના બાદ કરતાં સમગ્ર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન રહ્યું હતું.
બનાસકાંઠા:જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રવિવારના દિવસે મતદાન યોજાયું હતું. જેમાં 11 વોર્ડની 44 બેઠકો માટે 139 ઉમેદવારોએ પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું. પોતાનું ભાગ્ય અજમાવ્યા બાદ સાંજે 06:00 વાગ્યે વોટિંગ પૂર્ણ થતાની સાથે જ ઉમેદવારોનું ભાગ્ય હવે EVMમાં સીલ થઈ ગયું છે. જોકે 11 વોર્ડમાં થયેલા મતદાનની વાત કરીએ તો સહુથી વધુ મતદાન વોર્ડ નંબર-11માં 64.48 ટકા, જ્યારે વોર્ડ નંબર-1માં સહુથી ઓછું 50.87 ટકા વોટિંગ નોંધાયું છે. ગયા વર્ષ જેટલું જ મતદાન રહેતાં આ વખતે આપ અને અપક્ષોની હાજરીથી ભાજપ અને કોંગ્રેસ સહેજ વિમાસણમાં મુકાયા છે. તેમ છતાં મતદાન પૂર્ણ થયા બાદ બન્ને પક્ષોએ પોત-પોતાની જીતનો દાવો કર્યો હતો.
- કયાં કેટલું થયું મતદાન
વોર્ડ | પુરુષ | સ્ત્રી | કુલ | ટકાવારી |
1 | 3182 | 3182 | 5798 | 50.87 |
2 | 2565 | 2131 | 4696 | 55.03 |
3 | 3770 | 3170 | 6940 | 60.25 |
4 | 3580 | 3024 | 6604 | 54.82 |
5 | 3340 | 2718 | 6058 | 59.53 |
6 | 3067 | 2630 | 5697 | 54.18 |
7 | 3121 | 2579 | 5700 | 53.98 |
8 | 3588 | 3028 | 6616 | 55.13 |
9 | 3470 | 2865 | 6335 | 55.88 |
10 | 2471 | 2079 | 4550 | 57.35 |
11 | 3621 | 3272 | 6893 | 54.48 |
કુલ | 35,775 | 30,112 | 65,887 | 56.46 |