શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા હોસ્પિટલમાં દાખલ કરાયો - hospital
બનાસકાંઠા: જિલ્લાના ડીસા શહેરમાં એક વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો હોવાના આક્ષેપ વિદ્યાર્થીના પરિવારજનોએ કર્યા છે. વિદ્યાર્થીને ઈજા થતાં સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
![શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા હોસ્પિટલમાં દાખલ કરાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3888987-thumbnail-3x2-student.jpg)
કેતુલ સોલંકી ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં 11માં ધોરણમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીએ આક્ષેપ કર્યા છે કે તે શાળામાં અભ્યાસ કરી રહ્યો હતો તે દરમિયાન શાળાના અન્ય વિદ્યાર્થી દ્વારા કેતુલને હેરાન કરવામાં આવતો હતો. જેથી કેતુલ તેના સહ અધ્યાયીને ઠપકો આપતા તેના સહ અધ્યાયીએ શાળાના મોનીટરને કેતુલની ફરિયાદ કરી હતી. જેથી ક્લાસ મોનિટરે કેતુલની ફરિયાદ શાળાના આચાર્યને કરી હતી. જેને લઇને આચાર્ય નટુભાઇ જોશીએ ક્લાસ રૂમમાં આવીને કેતુલને માર માર્યો હતો. જેથી કેતુલને પીઠ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. સમગ્ર બનાવ બાદ તેને સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.