ગુજરાત

gujarat

દિયોદર ખાતે ST બસ સ્ટેશનનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાપર્ણ કરાયું

By

Published : Jan 1, 2021, 10:52 PM IST

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિયોદર ખાતે નવીન નિમાર્ણ પામેલા એસ ટી બસ સ્ટેશનનું શુક્રવારના રોજ ગાંધીનગર ખાતેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઇ -લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

દિયોદર ખાતે  ST બસ સ્ટેશનનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાપર્ણ કરાયું
દિયોદર ખાતે ST બસ સ્ટેશનનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાપર્ણ કરાયું

  • દિયોદરમાં 159.13 લાખના ખર્ચે નવું બસ સ્ટેશન તૈયાર
  • મુખ્યપ્રધાનના હસ્તે કરાયું ઈ-લોકર્પણ
  • ગ્રામીણ વિસ્તારોની વર્ષો જૂની સમસ્યાનો આવ્યો અંત

બનાસકાંઠાઃ પાલનપુર એસટી વિભાગના દિયોદરમાં 159.13 લાખના ખર્ચે બાંધવામાં આવેલા આરસીસી ફ્રેમ સ્ટ્રેકચરવાળા સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશનનું શુક્રવારના રોજ બનાસકાંઠા સાંસદ પરબત પટેલની ઉપસ્થિતમાં ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરનશન દ્વારા ઇ -લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. અંદાજીત 35,000 હજાર પ્રવાસીઓને વાહન વ્યવહારની સુવિધા પ્રાપ્ત થશે. આ બસ સ્ટેશનમાં 700 બસોનું આવાગમન રહેશે. જેમાં વિદ્યાર્થી ટ્રીપ ૧૨૨ દૈનિક, એક્સપ્રેસ ટ્રીપ 50 દૈનિક, લોકલ ટ્રીપ 350 દૈનિક, અન્ય ડેપો વિભાગની ટ્રીપ ૫૩ દૈનિક આમ કુલ 453 ટ્રીપ દૈનિક રહેશે.

દિયોદર ખાતે ST બસ સ્ટેશનનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાપર્ણ કરાયું

સમગ્ર જિલ્લામાંથી ભાજપના આગેવાનો રહ્યા હાજર

દિયોદર ખાતે યોજાયેલા આ ઇ -લોકાપર્ણમાં કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, APMC ચેરમેન ઈશ્વરભાઈ તરક, જિલ્લા ભાજપ મંત્રી કનુભાઈ વ્યાસ, પૂર્વ પ્રધાન કેસાજી ઠાકોર, બનાસ બેંકના ડાયરેક્ટર ઈશ્વરભાઈ પટેલ, એસટી ડેપોના મેનેજર આર. એમ. મેવાડા વગેરે આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

દિયોદર ખાતે ST બસ સ્ટેશનનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાપર્ણ કરાયું

ગ્રામીણ વિસ્તારોની વર્ષો જૂની સમસ્યાનો આવ્યો અંત

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં સમયસર બસ ન આવતા લોકોને વર્ષોથી ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ છે કે, જેમને વર્ષોથી શહેરી વિસ્તારમાં સારા અભ્યાસ કરવા માટે બસો મારફતે અપડાઉન કરતા હતા, પરંતુ બસોમાં સમયસર ન આવતા વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનોમાં પ્રવાસ કરવાની ફરજ પડતી હતી. જેથી તેમનો સમય અને પૈસા બન્નેનો વ્યય થતો હતો. તો બીજી તરફ ગ્રામીણ વિસ્તારના ખેડૂતો પણ બસ મારફતે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં ધંધા-રોજગાર માટે આવતા હતા, પરંતુ સમયસર બસ ન મળતા ખેડૂતોને પણ ભારે હાંલાકી ભોગવવી પડતી હતી. સમયસર બસ આવે તે માટે ગ્રામીણ વિસ્તારમાં અનેકવાર મોટા આંદોલનો પણ થયા છે. ત્યારે શુક્રવારના રોજ દિયોદર ખાતે અદ્યતન બસ સ્ટેશન શરૂ થતા વિદ્યાર્થીઓ અને ખેડૂતોની વર્ષો જૂની માંગણી પૂરી થતા તેઓમાં ખુશી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details