- જિલ્લા SPએ સરહદીય ગામડાઓની મુલાકાત લીધી
- આ મુલાકાત દરમિયાન ગ્રામલોકો સાથે કરી ચર્ચા
- ગ્રામલોકોએ SPને જણાવ્યા મુખ્ય પ્રશ્નો
બનાસકાંઠાઃ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠાના સરહદી ગામ લોદ્રાણીની પ્રાથમિક સુવિધાઓના જાયજો લેવા માટે SP વિજયસિંહ ગુર્જરે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામલોકો સાથે ચર્ચા કરી હતી.
ગ્રામલોકો સાથે ચર્ચા
આ મુલાકાત દરમિયાન SPએ લોદ્રાણી પ્રાર્થમિક શાળાના પ્રાંગણમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ પ્રાથમિક સુવિધાઓની ચર્ચા કરી હતી. જેમાં ગ્રામજનોએ SPને જણાવ્યું હતું કે, છેવાડે આવેલા વિસ્તારોમાં ઉનાળો શરૂ થતાની સાથે જ પીવાના પાણીનો મુખ્ય પ્રશ્ન રહે છે અને અહીંના લોકો ખેતી અને પશુધન સાથે સંકળાયેલા હોવાથી શિયાળુ સિઝનમાં કેનાલોમાં પૂરતું પાણી મળતું નથી. જેથી પશુધનને સાચવવું હાડમારી જેવું લાગે છે. જો, કેનાલનું પાણી પૂરતું મળી રહે તો ઘણીબધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.