- 10 દિવસ પહેલા સેરાઉ ગોળીયા ગામના લોકોએ મંડળી કરવી હતી બંધ
- 37.90 લાખનો ભ્રષ્ટાચારનો આરોપ મુકવામાં આવ્યો
- મંત્રી બદલવાની ગામ લોકોની માગ
બનાસકાંઠાઃ રાજસ્થાનની બોર્ડર નજીક આવેલા થરાદ તાલુકાના શેરાઉ ગોળિયાની દૂધ મંડળીને ગામ લોકો દ્વારા તાળાબંધીના દસ દિવસ બાદ પણ મંડળી ચાલુ કરાઈ નથી. શેરાઉ ગામના ગોળીયાની દૂધ મંડળીના મંત્રી સામે કમિટી સભ્યો અને સભાસદોનો 37.90 લાખના ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે.
10 દિવસ પહેલા શેરાઉ ગોળીયા ગામના લોકોએ ડેરી બંધ કરાવી હતી
બનાસકાંઠાના થરાદ તાલુકાના શેરાઉ ગોળીયા દૂધ મંડળીમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરાઈ હોવાથી શેરાઉ ગોળીયા ગામના લોકોએ દસ દિવસ પહેલા દૂધ મંડળીને તાળાબંધી કરી હતી. જોકે હજુ દૂધ મંડળીના ખુલતા ગામની છતી ડેરીએ પશુપાલકોને બહાર ગામ દૂધ ભારાવવા જવાની નોબત આવી છે અને અમુક કુટુંબો પશુપાલન ઉપર નભી રહ્યા છે. તેવા કુટુંબોની અત્યારે કફોડી હાલત થઈ છે.
37.90 લાખનો ભ્રષ્ટાચાર થયો હોવાના અહેવાલો બહાર આવ્યા છતાં કોઈ જ કાર્યવાહી નહીં
ગુજરાત રાજસ્થાનની બોર્ડર નજીક આવેલા થરાદ તાલુકાના શેરાઉ ગામના ગોળીયાની દૂધ મંડળીના મંત્રી સામે કમિટી સભ્યો અને સભાસદો નો 37.90 લાખનો ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે અને આ બાબતે ઉચ્ચ સ્તરે પણ વ્યાપક રજૂઆતો કરવામાં આવી છે.