ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા ભૂસ્તર વિભાગની તવાઈ, 5 દિવસમાં રેતી ચોરી કરતા ભૂમાફિયાઓને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો - ડીસા નાયબ પોલીસ અધિક્ષક

જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રેતીની મોટા પ્રમાણમાં ચોરી થતી હોવાની ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગ દ્વારા રેડ પાડી લાખો રૂપિયાની ગેરકાયદેસર રેતી ભરેલી ટ્રક ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રેતી ચોરી કરતા ભૂમાફિયાઓને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો
રેતી ચોરી કરતા ભૂમાફિયાઓને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો

By

Published : Jun 29, 2020, 7:56 PM IST

બનાસકાંઠા : જિલ્લામાંથી પસાર થતી બનાસ નદીની રેતી ચણતર માટે સારી ઉપયોગી છે. જેના કારણે બનાસ નદીની રેતી ગુજરાત સહિત રાજસ્થાનમાં ટ્રકો મારફતે પુરી પાડવામાં આવે છે.

રેતી ચોરી કરતા ભૂમાફિયાઓને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો

સરકાર દ્વારા લીઝ ધારકોને નિયમ પ્રમાણે ખોદકામ અને ટ્રકો ભરવા માટે પરમિશન આપવામાં આવે છે, પરંતુ લીઝ ધારકો પૈસા કામાવવાની લ્હાયમાં નદીમાં આડેધડ ખોદકામ કરી ટ્રકો ઓવરલોડ ભરે છે જે અંગેની ફરિયાદ વારંવાર પાલનપુર ભૂસ્તર વિભાગમાં આવે છે. અગાઉ પણ પાલનપુર ભૂસ્તર વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રેતી ચોરી કરતા લીઝ ધારકોને પકડી દંડ કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. જે મામલે ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતાં પણ કેટલાક ડમ્પર ચાલકો રોયલ્ટી વગર રેતી ભરી સરકારને નુકસાન કરી રહ્યા છે. જે અંગે ફરિયાદ મળતા જ ડીસા નાયબ પોલીસ અધિક્ષકે તપાસ હાથ ધરી હતી. જેમાં બે દિવસમાં જ ડીસા પાસેથી બનાસ નદીમાંથી રોયલ્ટી ચોરી કરી રેતી તસ્કરી કરતા પાંચ વાહનો ઝડપી પાડયા હતા. જેમાં બે ટ્રેકટર અને ત્રણ ડમ્પર સહિત કુલ 40.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એટલું જ નહીં પરંતુ વાહનચાલકો અને લીઝ ધારકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્યાર સુધી માત્ર રોયલ્ટી ચોરી કરી જતાં ડમ્પર ચાલકોને દંડ ફટકારવામાં આવતો હતો, પરંતુ આ વખતે જે જગ્યાએથી રીતે ભરવામાં આવી હતી તે લીઝ માલિક અને વાહન ચાલકો સહિત કુલ 11 લોકો સમય ફરિયાદ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડીસા પોલીસ દ્વારા રેતી તસ્કરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરતા અન્ય ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

ABOUT THE AUTHOR

...view details