ગુજરાત

gujarat

By

Published : Nov 11, 2019, 8:13 PM IST

ETV Bharat / state

શેરડી સીઝન શરૂ, ડીસાના ગાયત્રી મંદિર પાસે શેરડીનું ધૂમ વેચાણ

બનાસકાંઠાઃ જિલ્લામાં આવતીકાલે દેવદિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે અનેક તાલુકાઓમાં ભાતીગળ મેળાઓ ભરાવાના છે. આ દરમિયાન ડીસાના ગાયત્રી મંદિર પાસે નાસિક અને ભિલોડાથી આવેલી શેરડીનું ધૂમ વેચાણ થયું હતું.

બનાસકાંઠા

હિન્દુ ધર્મમાં અનેક તહેવારોનું મહત્વ રહેલું છે. જેમાં ખાસ કરીને દિવાળીનો તહેવારએ હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ તહેવારમાં લોકો એકબીજાના ઘરે જઈ સાથે મળી આ તહેવારની ઉજવણી કરતા હોય છે ત્યારે, દિવાળી બાદ પૂનમના દિવસે દેવ દિવાળીનો તહેવાર આવે છે. જે દિવસે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકાઓમાં ભાતીગળ મેળાઓ ભરાય છે.

શેરડી સીઝન શરૂ

બનાસકાંઠા જિલ્લાના આગથળા, લાખણાસર ગામેમાં દેવદિવાળી નિમિતે છેલ્લા ઘણા વર્ષોથી ભાતીગળ મેળા ભરાય છે. જેમાં દુરદુરથી આ મેળામાં લોકો આવતા હોય છે અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આ મેળાને લઈ ડીસાના ગાયત્રી મંદિર પાસે નાસિક અને ભિલોડાથી મોટા પ્રમાણમાં શેરડી વેચાવવા માટે આવી હતી. જે શેરડીની ખરીદી કરવા માટે ડીસાના વેપારીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. ગત વર્ષે આ શેરડીનો ભાવ 50 રૂપિયા હતો ત્યારે આ વર્ષે આ શેરડીનો ભાવ 50 થી 80 રૂપિયા જેટલો મળતા વેપારીયોમાં ખુશી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details