ડીસાઃ સ્વર્ણિમ ગુજરાત રાજ્ય વર્ષ નિમિત્તે મહિલાઓના સશક્તિકરણનું મહાઅભિયાન પાર પાડવા તથા આજીવિકાલક્ષી કાર્યક્રમોના અસરકારક અને વાસ્તવલક્ષી અમલીકરણ કરવા મિશન મંગલમ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. મહિલાઓના સશક્તિકરણ માટેની સખી મંડળ યોજના 2007થી અમલમાં મુકવામાં આવેલ છે જેને મિશન મંગલમ્ દ્વારા વિશાળ ફલક ઉપર લઇ જવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ છે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડની રચના કરી હતી આજે વિકાસ લક્ષી યોજના માટે ગરીબ લોકોને સંગઠિત કરી સ્વ સહાય જૂથમાં જોડીને વિવિધ પ્રકારની કૌશલ્યવર્ધક તાલીમ આપી, બેન્કો પાસેથી નાણાકીય ધીરાણની સવલતો આપવામાં આવે છે.
ડીસામાં આત્મનિર્ભર યોજના અંતર્ગત મહિલાલક્ષી કાર્યક્રમ યોજાયો - Women Empowerment
ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ જાતે ધંધારોજગાર થકી આત્મનિર્ભર બની પગભર બને તે માટે આજે આત્મનિર્ભર યોજના અંતર્ગત યોજના બહાર પાડવામાં આવી હતી. જેમાં ડીસા ખાતે પણ આ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આગામી સમયમાં ડીસા શહેરમાં વસતી અનેક મહિલાઓને આ યોજનાનો ફાયદો થશે.
તેમના દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને વેચાણ માટે યોગ્ય બજાર સાથે તથા ગ્રામ હાટ જેવી શ્રેષ્ઠ વ્યવસ્થા સાથે જોડીને તેમની આજીવિકામાં વૃદ્ધિ લાવવાનો તથા અભિયાનમાં લોકભાગીદારી મેળવવાનો પણ આશય રહેલો છે. ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવસની ગુજરાત સરકાર દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી.આજે ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર મહિલાઓ બને તે માટે નવા પ્રોજેક્ટનું લોન્ચ કરવામાં આવ્યું હતું.
ડીસા ખાતે પણ આ યોજના લોન્ચ કરવામાં આવી હતી જેમાં એક લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે લોન આપવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. મહિલાઓ જાતે ધંધારોજગાર કરી પગભર થાય તે માટે સરકારે આ યોજના બહાર પાડી છે. જે અંતર્ગત આજે આ યોજના બહાર પાડતાં ડીસા ખાતે પણ ગુજરાતના મંત્રી દિલીપ ઠાકોર બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી અજય દયા તેમ જ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા આ યોજના મહિલાઓ સમક્ષ ખુલ્લી મુકવામાં આવી હતી. જેનાથી આગામી સમયમાં ડીસા શહેરમાં વસતી અનેક મહિલાઓને આ યોજનાનો ફાયદો થશે.