ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજી ST બસ ડેપો ખાતે 39 જેટલી વિશેષ બસોનું સંચાલન કરવાની હાથ ધરાઈ વ્યવસ્થા - ST Bus Depot

કોરોનાની બીજી લહેર (The second wave of the corona) બાદ હાલ કોરોનાની પરિસ્થિતિ કેટલાક અંશે કંટ્રોલમાં હોવાથી સરકારે પણ પ્રવાસીઓના પ્રવાસને લઈ કેટલીક છૂટછાટો આપી છે. છેલ્લા દોઢ એક વર્ષથી કોરોનાની મહામારીને કારણે સતત ઘરમાં પુરાઈ રહેલા લોકો સરકારની છૂટછાટ મળતા ચાલુ વર્ષે દિવાળીના તહેવારો અને વેકેશનમાં મોટી સંખ્યામાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ ઉમટી પાડવાની શક્યતાઓને લઈ અંબાજી ST બસ ડેપો (ST Bus Depot) ખાતે 39 જેટલી વિશેષ બસોનું સંચાલન કરવા વ્યવસ્થા હાથ ધરી છે.

Latest news of Banaskantha
Latest news of Banaskantha

By

Published : Oct 28, 2021, 10:06 AM IST

  • તહેવારો અને વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ ઉમટે તેવી શક્યતાઓ
  • અંબાજી ST બસ ડેપો ખાતે 39 જેટલી વિશેષ બસોનું સંચાલન કરવા વ્યવસ્થા હાથ ધરાઈ
  • અંબાજીથી માઉન્ટ આબુ માટેની વધુ 16 ટ્રીપોનું સંચાલન કરાશે

બનાસકાંઠા: ગુજરાતીઓનું મીની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં સતત ઘસારાને પહોંચી વળવા અંબાજીથી માઉન્ટ આબુ માટેની વધુ 16 ટ્રીપોનું સંચાલન કરશે. જે અંબાજીથી સવારે 5 વાગ્યાથી લઈ માઉન્ટ આબુ (Mount Abu) જવા માટે છેલ્લી બસ રાત્રીના 8 વાગ્યા સુધી મળી રહેશે. જ્યારે માઉન્ટ આબુથી ગુજરાત આવવા માટે સવારે 6 કલાકથી રાત્રીના 9.30 કલાક સુધી ST બસો મળી રહેશે.

અંબાજી ST બસ ડેપો ખાતે 39 જેટલી વિશેષ બસોનું સંચાલન કરવાની હાથ ધરાઈ વ્યવસ્થા

અમદાવાદ માટે વધારાની 8 ST બસોનું સંચાલન કરાશે

અંબાજીથી સવારે 5 વાગ્યાથી લઈ માઉન્ટ આબુ (Mount Abu) જવા માટ છેલ્લી બસ રાત્રીના 8 વાગ્યા સુધી મળી રહેશે. માઉન્ટ આબુ (Mount Abu) થી ગુજરાત આવવા માટે સવારે 6 કલાકથી રાત્રીના 9.30 કલાક સુધી ST બસો મળી રહેશે. જેમાં બે ST બસોમાં ઓનલાઇન બુકીંગ પણ કરી શકાશે. અન્ય સ્થળોના વિવિધ બસ ST ડેપો (ST Bus Depot) સુધી પહોંચવા વધારાની 15 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જે દીવાળી પર્વ અને વેકેશનમાં સતત પ્રવાસીઓની અવરજવર માટે વધારાની 39 ટ્રીપનું સંચાલન અંબાજી બસ સ્ટેશનથી થશે.

આ પણ વાંચો: અંબાજી, પાવાગઢ અને ગિરનારમાં ચાલતા રોપ-વેમાં નિઃશુલ્ક મુસાફરી

આ પણ વાંચો: અંબાજીની સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા 111 દીવાઓ હાથમાં લઈને કરાઈ માતાજીની આરતી

ABOUT THE AUTHOR

...view details