- શિયાળામાં શાકભાજીની નવી આવક વધતા ભાવમાં ઘટાડો
- બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં કર્યું છે શાકભાજીનું વાવેતર
- ભાવ ઘટતા ખેડૂતોને નુકસાન
બનાસકાંઠાઃ જિલ્લાના ખેડૂતો મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કરે છે. દર વર્ષે ખેડૂતોને કઈક ને કઈક મોટી આફત આવતી હોય છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં ખેતીમાં નુકશાન થતુ હોય છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં લીલી શાકભાજી જેમાં લીલી ડુંગળી, ફુલાવર, કોબીજ, મૂળા, રીંગણ, લીલા ધાણા, મેથી, પાલકની મોંઘા બિયારણ લાવી ખેતી કરી હતી. પરંતુ જ્યારે શાકભાજીને નિકાળવાનો સમય આવ્યો ત્યારે ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
લીલી શાકભાજીના ભાવ
લીલી શાકભાજી કે જે 25 થી 30 રૂપિયાના ભાવે વેચાઈ રહી હતી, તે શાકભાજી અત્યારે લિલી ડુંગળી રૂપિયા 1 થી 3 રૂપિયે કિલો, ફુલાવર 5 થી 7 રૂપિયે કિલો, કોબીજ 5 થી 7 રૂપિયે કિલો, મૂળા 1 થી 3 રૂપિયે, રીંગળા 3 થી 5 રૂપિયે કિલો, લીલા ધાણા 8 રૂપિયે કિલો, મેથી 5 થી 7 રૂપિયે કિલો અને પાલક 4 રૂપિયે કિલોના ભાવ વેચાઈ રહ્યા છે.