અંબાજી ગ્રામપંચાયત દ્વારા મોટા ટાંકાઓ બનાવી પીવાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જેને લઈ ગુલઝારીપુરામાં આવેલા પાણીના ત્રણ ટાંકા માંથી મોટાભાગના વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે. હાલ આ પાણીના ટાંકા બિસ્માર અને જર્જરિત હાલતમાં છે. જેમાં ગંદકીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.
અંબાજીમાં પાણી જન્ય રોગચાળો ફેલાય તેવી શક્યતા, જાણો શું છે કારણ?
અંબાજીઃ સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા પાણીના ટાંકા તૂટેલા અને જર્જરિત હાલતમાં છે. જેના કારણે પાણી જન્ય રોગચાળો ફેલાય તેવી દહેશત જોવા મળી રહી છે. જાણો આ સમગ્ર અહેવાલ...
આ સાથે ટાંકામાં છતનો તૂટેલો કાટમાળ પણ જોવા મળી રહ્યો છે. જો કે આ મામલે અંબાજી ગ્રામપંચાયતના સરપંચને પૂછતાં તેમને નવો પદભાર સંભાળ્યા હોવાનું કહી આ જવાબદારીમાંથી છૂટવાની કોશિશ કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતુ કે, આ અંગે તપાસ કરાવીશ અને કાર્યવાહી કરીશ તેવી સુફિયાણી વાતો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ ટાંકામાંથી માત્ર અંબાજીના રહેણાંકો જ નહીં પણ અંબાજીની હોટલ અને ગેસ્ટહોઉસોમાં પણ પાણી આ જ ટાંકાઓમાંથી પહોંચાડવામાં આવતું હોય છે. મહત્વનુ છે કે, અંબાજી ખાતે થોડા સમય બાદ ભાદરવી પુનમનો મહામેળો યોજાશે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે યોગ્ય પગલાં લે તે જરૂરી બન્યું છે.