બનાસકાંઠા: લૉકડાઉનને કારણે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગરીબ અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોની હાલત વધુ કફોડી બની રહી છે. ખાસ કરીને મજુરી કામ કરી પોતાના પરિવારનું જીવન ગુજારતા લોકોને હવે ધંધા-રોજગાર બંધ થઈ જતાં ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરવી તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. તેવામાં ડીસામાં તંત્ર અને સામાજિક સંસ્થાના સહયોગથી રોજ પાંચ હજાર જેટલા લોકોને બંને ટાઇમ જમવાનું મળી રહે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ડીસામાં કોરોના સામે ગરીબોને ભોજન સેવા અપાઈ - Corona Virus Effect
સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે લૉકડાઉન જાહેર કરાયું છે, ત્યારે આ માહોલ વચ્ચે પણ ગરીબ લોકો ભુખ્યા ન રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ડીસામાં વિવિધ સંસ્થાઓ દ્વારા ગરીબોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

Deesa News
ડીસામાં કોરોના સામે ગરીબોને ભોજન સેવા અપાઈ
જેમાં ડીસામાં જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા જલારામ ભોજનાલય ખાતે પાંચ હજાર માણસોનું બે ટાઈમનું ભોજન બનાવવામાં આવે છે. અહીં ભોજન બનાવતા લોકો પણ માથે કેપ, હાથ મોજા અને માસ્ક પહેરીને જ ભોજન બનાવે છે, ત્યારબાદ રીક્ષા દ્વારા આ ભોજનને ઝૂંપડપટ્ટી રહેતા લોકોને વિસ્તારમાં વિતરણ કરવામાં આવે છે. લોકોને ભોજન આપતી વખતે પણ સોશિયલ ડિસ્ટન્સ રહે તે માટે એક એક મીટરે અંતર રાખી ઉભા રાખવામાં આવે છે.