બનાસકાંઠા - બનાસકાંઠા વર્ષોથી પછાત જિલ્લો માનવામાં આવે છે. જેના કારણે બનાસકાંઠા (Banaskantha Murder Case) જિલ્લામાં દિવસેને દિવસે ગુનાહિત ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત ડીસા શહેરના નહેરૂનગર વિસ્તારમાં રાત્રીના સમયે એક યુવકની છરીના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની પોલીસને જાણ થતાં તાત્કાલિક દોડી આવી હતી.
યુવકની છીણી એવી બાબતે હત્યા -ડીસા શહેરના નહેરુનગર વિસ્તારમાં નવીન માજીરાણા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. જે અંગે વહેલી સવારે યુવકની હત્યા કરાયેલા મૃતદેહ મળી આવતા પોલીસે આ સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો હતો. રાત્રિના સમયે યુવક નહેરુનગર વિસ્તારમાંથી ગાયબ થઈ ગયો હતો. જેની હત્યા કરેલી મૃતદેહ બનાસ નદીમાં પડ્યો હતો. જે અંગેની જાણ સવારે બનાસ નદીમાંથી પસાર લોકોને થતા તેઓ તાત્કાલિક ડીસા ઉત્તર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી નવીન માજીરાણાની મૃતદેહ કબ્જો મેળવ્યો હતો. જોકે, આ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી શંકાના આધારે ચાર આરોપીઓની અટકાયત કરી પણ છે.
હત્યાનો ભેદ ઉકેલાયો -નવીન માજીરાણાની હત્યા થયા બાદ ડીસા ઉત્તર પોલીસે આ ઘટનામાં હત્યાનો ગુનો (Deesa Nehrunagar Murder) નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસ તપાસમાં આ ઘટનાને અંજામ આપનાર વિસ્તારના ચાર શખ્સો હોવાનું બહાર આવ્યું છે. નહેરૂનગર વિસ્તારમાં રહેતા પ્રકાશ માજીરાણા અને પૃથ્વીરાજ માજીરાણા સહિત અન્ય બે સગીર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આ આરોપીઓની પ્રાથમિક પુછપરછ કરતાં આ આરોપીએ વીસ રૂપિયા માટે નવીનની (Banaskantha Crime Case) હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.