બનાસકાંઠાઃ લોકડાઉન અને કોરોના મહામારીને કારણે તમામ ધાર્મિક સ્થાનોને બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને લઈને અત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અને મીની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ઢીમાના શ્રી ધરણીધર મંદિર ટ્રસ્ટ તરફથી મંદિર ખોલવાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
બનાસકાંઠાઃ યાત્રાધામ ધરણીધર મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવશે - લોકડાઉન
યાત્રાધામ ઢીમા ધરણીધર ભગવાનનું મંદિર સરકારની સૂચના મળતા જ દ્વાર ખોલવા માટેની તમામ તૈયારીઓ મંદિર ટ્રસ્ટ તરફથી કરી દેવામાં આવી છે. ત્યારે ત્રણ મહિના બાદ ભક્તો ધરણીધર ભગવાનના દર્શન કરી શકશે. સરકારના ધોરણો અનુસાર ભક્તો ભગવાનના દર્શન કરી શકશે.
વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે બિરાજમાન શ્રી ધરણીધર ભગવાન મંદિર ટ્રસ્ટને જે પણ જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવશે. તે પ્રમાણે મંદિરના દ્વાર ખોલવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. દર્શને આવનારા ભક્તો માટે તમામ વ્યવસ્થાઓ ધરણીધર મંદિર ટ્રસ્ટ તરફથી પૂરેપૂરી તકેદારી રાખીને કરી દેવામાં આવી છે. સંપૂર્ણપણે જે સરકારની ગાઈડલાઈન મુજબ નિયમો આપવામાં આવી છે.
આ ગાઈડલાઈન મુજબ ધરણીધર મંદિર ટ્રસ્ટ તરફથી મંદિર પરિસરની અંદર આવનારા ભક્તો માટે સેનેટાઈઝર, મોઢા પર માસ્ક તેમજ મંદિર પરિસરની અંદર ભક્તજનો પ્રવેશ કરે તેના પહેલા હાથ પગની સફાઈ કર્યા બાદ જ મંદિરની અંદર પ્રવેશ આપવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. એક વ્યક્તિથી કેટલૂ અંતર રાખવું તેના માટેના તમામ સૂચનો સ્ટીકર મારી દેવામાં આવ્યું છે. જો કે, હજૂ સુધી ઉચ્ચ કક્ષાએથી કોઈપણ સૂચના આપવામાં આવી નથી.