ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં માસ્ક કૌભાંડ મામલે ધારાસભ્યએ તટસ્થ તપાસ કરવા મુખ્યપ્રધાનને કરી રજૂઆત - કૌઁભાડ ન્યૂઝ

બનાસકાંઠાના પૂર્વ આરોગ્ય અધિકારી ડોક્ટર એમ.જે ફેન્સીએ ખાનગી કંપનીને એક N95 માસ્ક દીઠ 274 રૂપિયાની મોંઘી કિંમતથી પોતાની સાથે મળેલી કંપનીઓ પાસેથી ખૂબ ઊંચા ભાવેથી ખરીદી કરેલી છે. જેમાં ડો.એમ.જે ફ્રેન્સીએ કરાયેલ કૌભાંડની તપાસ કરવા થરાદના ધારાસભ્યએ મુખ્યપ્રધાનને રજૂઆત કરી.

ગુલાબસિંહ રાજપૂતે કર્યા આક્ષેપો
ગુલાબસિંહ રાજપૂતે કર્યા આક્ષેપો

By

Published : Feb 15, 2021, 12:03 PM IST

  • થરાદના ધારાસભ્યએ મુખ્યપ્રધાનને કરી રજૂઆત
  • પૂર્વ આરોગ્ય અધિકારીએ માસ્કમાં કરેલ કૌભાંડ તપાસ કરવા કરી રજૂઆત
  • ગુલાબસિંહ રાજપૂતે કર્યા આક્ષેપો

બનાસકાંઠા: વિશ્વભરમાં કોરોનાની મહામારીએ કેટલાય લોકોનો જીવ લઇ લીધો છે. જ્યારે પુરા ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યુ હતું ત્યારે ભારતભરમાં માસ્ક ફરજિયાતનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે થરાદ તાલુકાના ધારાસભ્ય ગુલાબસિહ રાજપૂતે માસ્કમાં થયેલા કૌભાંડ બાબતે મુખ્યપ્રધઆનને રજૂઆત કરી હતી. કોરોનાની મહામારીમાં આરોગ્ય અધિકારીઓને સરકારે કોરોના વોરીયર્સ ગણાવ્યા અને ભગવાન સાથે સરખાવ્યા હતા, પરંતુ તે સમયના બનાસકાંઠાના પૂર્વ અધિકારી ડોક્ટર એમ.જે ફેન્સીએ ખરીદીના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતું.

એક માસ્ક દીઠ 274.98 રૂપિયા

કોરોનાની મહામારી વચ્ચે G.M.S.C.Lના પરિપત્ર દ્વારા મેડીકલ સામગ્રીના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. તે ભાવથી ગુજરાતના દરેક જિલ્લાના તમામ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીએ મેડિકલ સામગ્રીની ખરીદી કરવાની હતી. જે પરિપત્રમાં N95 માસ્કના 49.61 રૂપિયામાં ખરીદી કરવાની જાહેરાત કરેલ હોવા છતાં બનાસકાંઠા જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી ડૉક્ટર એમ.જી. ફેન્સીએ ખાનગી કંપનીને એક માસ્ક દીઠ 274.98 રૂપિયાની મોંઘી કિંમતથી પોતાની સાથે મળેલી કંપનીઓ પાસેથી ઊંચા ભાવથી ખરીદી કરેલી છે.

થરાદના ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી રજૂઆત

તાલુકા અધિકારીના આક્ષેપો

દરેક તાલુકા અધિકારીના આઈડી-પાસવર્ડ લઈ પૂર્વ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એમ.જે ફ્રેન્સીએ એક જગ્યાએથી એક જ કંપનીને N95 માસ્ક તેમજ અન્ય મેડિકલ સામગ્રીના ઓર્ડર આપવામાં આવેલા છે તેવા આક્ષેપ તાલુકા અધિકારીએ કરેલા છે અને તાલુકા કક્ષાએથી બિલ ચૂકવવા માટે તાલુકામાં ડોકટર એમ.જે.ફ્રેન્સીએ આદેશ કર્યો હતો. જેમાં કૌભાંડ કરેલ હોઈ તેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.

કૌભાંડી અધિકારીઓને સરકાર પ્રોત્સાહન આપે છે: ગુલાબસિંહ રાજપૂત

બનાસકાંઠા જિલ્લાના પૂર્વ આરોગ્ય મંત્રી ડોક્ટર એમ.જે. ફ્રેન્સીએ કરાયેલા કૌભાંડની કાર્યવાહી કરવાના બદલે તેમને વડોદરામાં નાયબ નિયામકની બઢતી અપાઇ છે. આવા કૌભાંડી અધિકારીઓને સરકાર પ્રોત્સાહનના બદલે કાર્યવાહી કરે અને આ કૌભાંડમાં N95 માસ્ક અને અન્ય આરોગ્યને લગતી તમામ સામગ્રીની કેટલા રૂપિયામાં ખરીદી કરવામાં આવી છે તેની તટસ્થ તપાસ થાય તેવી થરાદ તાલુકાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details