બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 12 દિવસથી તીડનું ભયંકર આક્રમણ થઇ રહ્યું છે. એક પછી એક આ તીડના આક્રમણથી બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં નુકસાન થયુ છે, ત્યારે ફરીથી રાજસ્થાન તરફથી તીડનું મોટું ઝૂંડ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ અને થરાદમાં પહોંચ્યું હતું અને જોતજોતામાં સરહદી વિસ્તારના થરાદ તાલુકાના તમામ ગામડાઓને આ તીડે સકંજામાં લીધા હતા અને થોડીવારમાં એક-બે નહીં પરંતુ કરોડોની સંખ્યામાં તીડનો આક્રમણ એક પછી એક ગામમાં શરૂ થયો હતો.
થરાદ ખાતે તીડગ્રસ્ત વિસ્તારની મુલાકાતે રાજ્યના પ્રધાનો પહોંચ્યા - banaskatha letest news
બનાસકાંઠાઃ સરહદી વિસ્તાર વાવ અને થરાદમાં તીડનું ભયંકર આક્રમણ થયું હતું, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે, જ્યાં તીડ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે તાત્કાલિક ગુજરાત રાજ્યના પ્રધાનો પહોંચ્યા હતા અને ખેડૂતોની વેદના સાંભળી અને સહાય ચૂકવવાની બાંહેધરી આપી હતી.
આ બાબતે થરાદના ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂત પણ તાત્કાલિક ધોરણે દોડી આવ્યા હતા, તાત્કાલિક ધોરણે ખેડૂતોને મદદ પહોંચાડી હતી, પરંતુ તીડની સંખ્યા વિશાળ પ્રમાણમાં હોવાના કારણે એક પણ ખેડૂતનું ખેતર બચ્યું ન હતું, જે વાત તીડ આક્રમણની જાણ વધુમાં વધુ લોકોને ફેલાતા ગુજરાત સરકારના પ્રધાનો પણ તાત્કાલિક ધોરણે થરાદ તાલુકાના કાશવી, ભરડાસર, આંતરોલ, નારોલી, આજાવાડાના ખેડૂતોની મુલાકાત લીધી હતી.
ગુજરાતના પ્રદેશપ્રમુખ જીતુભાઈ વાઘાણી અને કે.સી પટેલ પણ અહીં તીડને ભગાડતા જોવા મળ્યા હતા, વધુમાં ગુજરાત પ્રદેશપ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે સરકારને અમે તમામ પ્રકારની નુકશાનની માહિતી પહોંચાડીશું અને અગાઉ પણ ગુજરાત સરકારે અનેક પ્રકારના ખેડુતોને મદદ કરી છે. અને ફરીથી પણ મદદરૂપ થશે તેવી હાલ તો બાહેંધરી આપી છે.