પાકિસ્તાન અને રાજસ્થાનના રણ વિસ્તારમાંથી આવેલા તીડના ઝુંડે થરાદના અનેક ગામોમાં આંતક ફેલાવ્યો હતો. તીડના આક્રમણના પગલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ખેતર સુધી દોડી આવ્યા હતા. આ ઉપરાંત તીડના કારણે રાજકારણ પણ ગરમાયું હતું.
તીડનો આતંકઃ થરાદમાં તીડનું આક્રમણ, ખેડૂતોને થયું મોટા પ્રમાણમાં નુકસાન - તીડના આક્રમણથી ખેડૂતોને પ્રમાણમાં નુકસાન
બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તાર એવા થરાદમાં તીડનું મોટું આક્રમણ થયું હતું. જેમાં મોટાપાયે ખેડૂતોને નુકસાન થતાં ખેડૂતો પાયમાલ બની ગયા છે. જેથી ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક ધોરણે સહાયની માગ કરી રહ્યા છે.
ખેડૂતની એક જ માગ છે કે, તેને સરકાર સહાય આપે. થરાદ તાલુકાના કાસવી, ભરડાસર, તકુવા, રાણેસરી, આંતરોલ શેરવા, દૈયપ, રતનપુર, નારોલી, આજવાડા ગામમાં તીડના આક્રમણથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ કરીને આ વિસ્તારમાં જીરૂ, રાયડો, એરંડા જેવા પાકોનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા દસ દિવસથી સતત તીડના આક્રમણથી ખેડૂતોના ખેતરો સાફ થઇ ગયા છે.
આ અંગે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે, તીડ દ્વારા અત્યારસુધી 4000 હેક્ટર વાવેતર વિસ્તારમાં નુકસાન થયું છે. પાકિસ્તાન અને રાજસ્થાની સીમમાંથી પ્રવેશ કરેલા ઝુંડે ખેતરો સાફ કરી દીધા છે.