- આપ પાર્ટી અન્ય પાર્ટીઓને ટક્કર આપવાં પ્રયાસ કરી રહી
- 28 જુનના સોમનાથથી જનસંવેદના મુલાકાત યાત્રા શરૂ કરી હતી
- એક મહિના સુધી લોકોના સંપર્કમાં રહીને ગઇકાલે શક્તિપીઠ અંબાજી ખાતે યાત્રા પુર્ણ કરી
બનાસકાંઠા :એક મહિના સુધી લોકોના સંપર્કમાં રહીને ગઇકાલે શક્તિપીઠ અંબાજી ખાતે પુર્ણ કરવામાં આવી છે. આ કાર્યક્રમ થકી અંબાજી પંથકમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાજંલિ પાઠવવામાં આવી હતી. આપના નેતાઓ દ્વારા તેમના પરિવારજનોને પણ સાંત્વના આપી હતી.
કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના આંકડા છુપાવી રહી
આપ પાર્ટી પોતાના આ કાર્યક્રમ થકી કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આકંડો ભેગો કરી રહી છે. આ વિસ્તારમાં પણ કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના ફોર્મ ભરાવ્યા હતા. જેમાં સરકાર જે કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના આંકડા છુપાવી રહી છે. ત્યારે આપ પાર્ટી સાચા આંકડા લાવવા નો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં પહોંચી AAPની જનસંવેદના યાત્રા, મોટી સંખ્યામાં લાકો રહ્યા ઉપસ્થિત
પ્રથમ તબક્કાની જનસંવેદના યાત્રાનું અંબાજી ખાતે સમાપન કરાયું
આપ પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે, ભાજપા સરકાર દ્વારા અનેક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે. જો આગામી સમયમાં આપ પાર્ટીને તક મળશે તો દિલ્હીમાં જે રીતે અરવિંદ કેજરીવાલ દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત શાષન લાવ્યુ છે. તે રીતે અમે પણ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવીશુ. ગઇકાલે પ્રથમ તબક્કાની જનસંવેદના યાત્રાનું અંબાજી ખાતે સમાપન કરવામાં આવ્યું છે.