ગુજરાત

gujarat

ETV Bharat / state

વાવમાં પિયર જવાની જીદ કરતી પત્નીનું ગળુ દબાવી પતિએ હત્યા કરી - એક યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના વાવ તાલુકામાં આવેલા વાવ ડેડાવા ગામમાં 6 મેએ એક યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોસ્ટમોર્ટમ તપાસમાં બહાર આવ્યું હતું કે તે યુવતીએ આત્મહત્યા નહતી કરી, પરંતુ તેના પતિએ યુવતીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું જણાયું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

વાવમાં પિયર જવાની જીદ કરતી પત્નીનું ગળુ દબાવી પતિએ હત્યા કરી
વાવમાં પિયર જવાની જીદ કરતી પત્નીનું ગળુ દબાવી પતિએ હત્યા કરી

By

Published : May 11, 2021, 11:08 AM IST

  • વાવના ડેડાવામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કર્યાનો પર્દાફાશ
  • પતિએ તેની પત્નીએ આત્મહત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું
  • પોસ્ટમોર્ટમ તપાસમાં યુવતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું

બનાસકાંઠાઃ કોરોનાના કહેર વચ્ચે પણ ગુનેગારો ગુનો કરવામાંથી પાછા નથી પડતા. બનાસકાંઠા જિલ્લામાં ડેડાવા ગામની કંચન વણોલે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે, સમગ્ર મામલો પોસ્ટમોર્ટમ તપાસ બાદ સામે આવ્યો હતો. પોસ્ટમોર્ટમ પછી જાણવા મળ્યું હતું કે યુવતીએ આત્મહત્યા નહીં, પરંતુ તેની હત્યા થઈ હતી અને આ હત્યા તેના પતિએ જ કરી હતી.

પોસ્ટમોર્ટમ તપાસમાં યુવતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું

આ પણ વાંચોઃદ્વારકામાં પરિવારના મોભીનું કોરોનાથી મોત, બીજા જ દિવસે સમગ્ર પરિવારે કરી આત્મહત્યા


પોસ્ટમોર્ટમ બાદ સમગ્ર મામલો સામે આવ્યો

આ અંગે મળતી વિગત અનુસાર, ડેડાવા ગામની કંચન વણોલ નામની મહિલા વારંવાર પિયર જવાની જીદ કરતી હતી. એટલે તેના પતિએ તેની પર શંકા કરી તેની હત્યા કરી દીધી હતી. જોકે, શરૂઆતમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાનું તેના પતિએ જણાવ્યું હતું. જ્યારે પોસ્ટમોર્ટમ બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

પોસ્ટમોર્ટમ તપાસમાં યુવતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું

આ પણ વાંચોઃતાપીમાં પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરી

હત્યાને આત્મહત્યામાં ખપાવવા મહિલાના પતિએ વાવ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી

બનાસકાંઠાના સરહદી વાવના ડેડાવા ગામમાં કંચન પરષોતમભાઈ વણોલે (ઉં. 26) 6 મેએ આત્મહત્યા કરી હોવાની તેના પતિએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ થરાદના ASP પૂજા યાદવે સમગ્ર તપાસ કરી મામલો સામે લાવ્યા હતા. ASPએ આરોપી પરસોત્તમ વણોલની પૂછપરછ કરતા તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details