બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે લોકો નજીવી બાબતમાં આવેશમાં આવીને આત્મહત્યા જેવી ઘટનાને અજામ આપતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં બન્યો હતો.જેમાં શિવનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ વહેલી સવારે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. યુવતી ડીસામાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી.
ડીસાના શિવનગર વિસ્તારમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી - ડીસા ન્યૂઝ
બનાસકાંઠા ડીસાના શિવનગર વિસ્તારમાં એક યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ધટનાની જાણ આજુ-બાજુના લોકોને થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
આત્મહત્યા
યુવતી સવારે પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસર ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરી હતી. આ વાતની જાણ બાજુમાં રહેતા પોતાના પાડોશીને થતા વાતની જાણ યુવતીના પરિવારજનોને કરી હતી. જેથી તેઓ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા.ડીસા ઉત્તર પોલીસ ને જાણ કરી હતી. જે બાદ ડીસા ઉત્તર પોલીસ ઘટના સ્થળે આવી અને દેહનો કબ્જો મેળવી યુવતીએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.