બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગૌશાળાના સંચાલકો ગાયોની સહાય માટે સરકાર વિરોધી આંદોલન કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 154 ગૌશાળાઓ આવેલી છે અને 70 હજારથી પણ વધુ પશુઓ 154 ગૌશાળામાં નિરવા કરે છે. કોરોનાવાઈરસની મહામારીમાં ગૌશાળા અને પાંજરાપોળમાં દાતાઓ દ્વારા આવતું ધન બંધ થઈ જતા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની હાલત કફોડી બની છે.
બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા સંચાલકો કલેક્ટર કચેરીએ ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે સતત મંદીના કારણે હાલમાં ગૌશાળા અને પાંજરાપોળ ચલાવી મુશ્કેલ બની છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી ગૌ શાળાના સંચાલકો દ્વારા સરકાર પાસે પશુ દીઠ 25 રૂપિયાની સહાયની માગણી કરી છે. પરંતુ સરકાર દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારનો જવાબ ના આપતા આખરે કંટાળેલા બનાસકાંઠા જિલ્લાના પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોએ સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા સંચાલકો કલેક્ટર કચેરીએ ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે અગાઉ બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકાઓમાં સરકારના વિરોધમાં ગાયો પણ છોડવામાં આવી હતી, પરંતુ સરકાર આ બાબતે કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો ન હતો. જે બાદ ફરીથી બનાસકાંઠા જિલ્લામાં તમામ તાલુકાઓમાં સરકારની આંખો ઉઘાડે તે માટે ગાયોને લગતા સૂત્રોચાર સાથે પોસ્ટર બેનર લગાવવામાં આવ્યા હતા. તેમ છતાં પણ ગુજરાત સરકાર ગાયને સહાય આપવા માટે ટસની મસ ન થઈ હતી.
એક તરફ ગુજરાત સરકાર ગાયો બચાવવાની મોટી-મોટી વાતો કરી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હાલ ગાયોના પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોને આકરૂ પડી રહ્યું છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના સંચાલકો અને ગૌશાળાની સહાયની વાત સરકાર ના સાંભળતા આખરે રવિવારના રોજ ડીસા તાલુકાના ટેટોડા ગૌશાળા ખાતે બનાસકાંઠા જિલ્લાના તમામ સંચાલકોની બેઠક યોજાઇ હતી.
બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા સંચાલકો કલેક્ટર કચેરીએ ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે આ બેઠકમાં સંચાલકો દ્વારા સરકાર દ્વારા સહાય ન આપવા બાબતે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી, જેવા તમામ સંચાલકોએ નિર્ણય કર્યો હતો કે સોમવારથી તમામ સંચાલકોએ પાલનપુર ખાતે આવેલ કલેકટર કચેરી આગળ ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી સરકાર સંચાલકોની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવાનું સંચાલકોએ જણાવ્યું હતું.