- હિંમતનગરના કાંકણોલમાં ઘઉંના પાકમાં લાગી આગ
- આગના પગલે ઘઉંના પાકને થયું નુકસાન
- વીજ કંપનીની ગંભીર બેદરકારી
- ખેડૂતોમાં રોષની લાગણી પ્રવર્તી
- સ્થાનિકોએ આગ ઉપર મેળવ્યો કાબૂ
આ પણ વાંચોઃ વિજયનગર: વીજકંપનીની બેદરકારીના લીધે ખેડૂતોના ઘઉંના પાકમાં આગ લાગતા લાખોનું નુકસાન
સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગરના કાકરોલ પાસે અચાનક વીજ કંપનીની બેદરકારીના પગલે વીજ તણખા પડતા ઘઉંના ઉભા પાકનો આગ લાગી હતી. ખેડૂતનો ઘઉંનો પાક બળીને ખાક થઈ ચૂક્યો હતો. છેલ્લા કેટલાક સમયથી NGVCLમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ મામલે વીજતંત્ર ગંભીરતા ન દાખવતા દર વર્ષે ઘણા ખેડૂતો આવી બનતી ઘટનાઓથી ત્રસ્ત થઇ ચૂક્યા છે. ઘઉંના પાકમાં ઘણી વખત આગના તણખાં પડતાં પાકમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે. હિંમતનગરના કાંકણોલમાં છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરવામાં આવી હોવા છતાં વીજતંત્ર દ્વારા આ અંગે ચોક્કસ કામગીરી ન કરાતાં સોમવારે ફરી એક વખત ઘઉંના પાકમાં આગ લાગી હતી અને આગના કારણે ઘઉંના પાકને નુકસાન થયું હતું. સ્થાનિક ખેડૂતોએ ઘઉંના પાકમાં પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.