- રવિવારના રોજ યોજાઈ હતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી
- બનાસકાંઠા જિલ્લામાં થયું હતું અંદાજે 60 ટકા મતદાન
- મંગળવારના રોજ EVM ખુલ્યા બાદ પરિણામ થશે જાહેર
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં રવિવારે ત્રણ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં સવારથી જ મતદારોએ ઉત્સાહભેર મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા અને સાંજ સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું. મતદાન પૂર્ણ થતાની સાથે જ તમામ EVM મશીન સીલ કરવામાં આવ્યા હતા.
ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખીયો જંગ
બનાસકાંઠા જિલ્લામાં રવિવારે પાલનપુર ડીસા અને ભાભર નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી. જે પૈકી ડીસામાં કુલ 88 મતદાન મથકો પર યોજાયેલી ચૂંટણીમાં 92 હજાર મતદારોએ 152 ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સીલ કર્યું હતું. ત્યારે, ભાભરમાં 52 ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં સીલ કર્યું હતું. ત્રણેય નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં હતી. બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત 60 ટકા જેટલું મતદાન થયું છે. હવે પરિણામ આવ્યા બાદ જ જાણવા મળશે કે ક્યો પક્ષ સત્તામાં આવે છે.
ડીસા અને ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં 204 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ EVM મશીન સીલ કરવાની પ્રક્રિયા પૂર્ણ બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને ભાભરમાં આજે નગરપાલિકાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. રવિવારનો સમય હોવાથી સવારથી જ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં અંદાજિત 60 ટકા જેટલું મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થતાની સાથે જ ચૂંટણી અધિકારીઓ દ્વારા EVM મશીન સીલ કરવામાં આવ્યા હતા. જે હવે મંગળવારના રોજ ખુલશે.