ગુજરાત

gujarat

ડીસામાં કરોડોના ખર્ચે બનેલા એલિવેટેડ બ્રિજ પર અંધારપટ છવાયો

By

Published : Aug 19, 2021, 5:36 PM IST

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં 222 કરોડના ખર્ચે બનેલા એલિવેટેડ ઓવરબ્રિજ સ્ટ્રીટ લાઈટને લઇ વિવાદમાં સપડાયો છે. બ્રિજ ઉપર મુકાયેલી સ્ટ્રીટલાઇટોનું બિલ પાલિકા ભરશે કે નેશનલ હાઈવે ઓથોરિટીને લઇ વિવાદ સર્જાયો છે. એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ તો થઈ ગયું પરંતુ રાત્રિના સમયે બ્રિજ પર સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા કરોડોના ખર્ચે બનેલો બ્રિજ અંધારિયો બ્રિજ બન્યો છે.

ડીસામાં કરોડોના ખર્ચે બનેલા એલિવેટેડ બ્રિજ પર અંધારપટ છવાયો
ડીસામાં કરોડોના ખર્ચે બનેલા એલિવેટેડ બ્રિજ પર અંધારપટ છવાયો

  • કરોડોના ખર્ચે બનેલા એલિવેટેડ બ્રિજ પર અંધારું
  • 222 કરોડના ખર્ચે બન્યો છે એલિવેટેડ ઓવરબ્રિજ
  • સ્ટ્રીટલાઇટોના બિલને મુદ્દે વિવાદમાં લાઈટ ગુલ

ડીસાઃ શહેરમાં રૂપિયા 222 કરોડના ખર્ચે દેશનો બીજા નંબરનો સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ પર ઉદ્ઘાટન થયાના 10 દિવસ બાદ હજુ પણ રાત્રે અંધારપટ છવાયેલો રહે છે. ઓવરબ્રિજના ઉપર અને નીચે બંને સાઈડની સ્ટ્રીટ લાઈટનું બિલ કોણ ભરશે તેને લઇને વિવાદ સર્જાયો છે. નેશનલ હાઇવે ઓથોરિટીએ સ્ટ્રીટ લાઈટ બિલ ભરવાની જવાબદારી ડીસા નગરપાલિકાને સોંપતા ડીસા નગરપાલિકાએ પત્ર લખી આ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો છે. પરંતુ આ જવાબદારી ડીસા નગરપાલિકા તે પછી નેશનલ હાઇવે ઓથોરિટી ન સંભાળતા હાલમાં આ બ્રિજ પર રાત્રીના સમયે અંધારપટ જોવા મળી રહ્યો છે. આ બ્રિજ પરથી પસાર થતાં વાહનચાલકોને પણ હાલમાં આ બ્રિજ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તો રાત્રિના સમયે આ બ્રિજ પર લાઈટો વગર અંધારપટ જ જોવા મળી રહ્યો છે

નેશનલ હાઇવે ઓથોરિટી અને નગરપાલિકાની ભૂલના કારણે અંધારૂ છવાયું
ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ભારે વાહનોના ધસારાને લઇ વર્ષોથી માથાનો દુખાવો બનેલી ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળે તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 3.75 કિલોમીટર લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જેનું તારીખ 7 ઓગસ્ટના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એલિવેટેડ ઓવરબ્રિજ હોવાના કારણે બ્રિજની ઉપરની જેમ નીચે પણ સમાંતર વાહન વ્યવહાર ચાલે તે રીતની પુલની ડિઝાઈન તૈયાર કરાઈ છે. 107 પિલ્લરપર ઉભેલા આ ઓવર બ્રિજ પર ઓવરબ્રિજની ઉપર વચ્ચેના ડિવાઈડર માં બંને તરફ,નીચેના રસ્તામાં પણ બંને તરફ બ્રિજની નીચે તેમજ ઓવરબ્રિજની બન્ને સાઇડે કુલ 700થી પણ વધુ સ્ટ્રીટલાઇટો લગાવવામાં આવી છે. જોકે ઓવરબીજ ના ઉદ્ઘાટન ના ૮ દિવસ બાદ પણ ઓવર બ્રીજનું લાઈટ બિલ કોણ કરશે તેને લઇને અસમંજસ ભરી સ્થિતિ થતા હજુ રાત્રીના સમયે જો અંધારપટ છવાયેલો રહે છે.

બિલ પાલિકા ભરશે કે નેશનલ હાઈવે ઓથોરિટીને લઇ વિવાદ સર્જાયો
એલિવેટેડ બ્રિજ પર લાઈટો ચાલુ કરાવવા માગનેશનલ હાઇવે ઓથોરિટીએ સ્ટ્રીટ લાઈટ બિલ ભરવાની જવાબદારી ડીસા નગરપાલિકાને સોંપી છે. જોકે ડીસા નગરપાલિકાએ પોતાની આર્થિક સ્થિતિ ધ્યાને રાખી આ સ્ટ્રીટ લાઈટ બિલ ભરવાનો ઇનકાર કરતો પત્ર હાઇવે ઓથોરીટીને લખ્યો છે. ડીસા પાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીના જણાવ્યા મુજબ, ડીસા પાલિકા હાલ સમગ્ર શહેરનું માસિક સરેરાશ રૂ. 5.25 લાખ જેટલું સ્ટ્રીટ લાઇટનું બિલ ભરે છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ ઓવરબ્રિજ પર વધુ વોલ્ટેજની લાઈટો લગાવી હોવાથી આ બિલ વધીને માસિક સરેરાશ રૂ.10 લાખ ઉપરનું થાય તેવી સ્થિતિ છે. જેથી અમે હાઈવે ઓથોરિટીને પત્ર લખી ઓવર બ્રિજનું સ્ટ્રીટ લાઈટ બિલ ભરે તેરી માગ કરી છે. ત્યારે મહત્વની વાત છે કે વિવાદ પાલિકા અને હાઇવે ઓથોરિટીનો સર્જાયો છે પરંતુ તેનો ભોગ શહેરીજનો બન્યા છે ત્યારે વહેલી તકે લાઈટો શરુ કરાય તેવી સ્થાનિકો માગ કરી રહ્યાં છે. નગરપાલિકા પ્રમુખ નિવેદન અંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કરે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડીસાને એલિવેટેડ બ્રિજ આપવામાં આવે છે પરંતુ હાલમાં આ બ્રિજ પર હાઇવે ઓથોરિટી ની પુલના કારણે તમામ લાઈટો બંધ છે. વર્ષોથી ડીસામાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. પરંતુ હાલમાં જે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા ડીસા શહેરને એલીવેટેડ બ્રિજ બનાવી આપવામાં આવ્યો છે. તેના કારણે ડીસા તેમજ આજુબાજુના મોટા ગામના લોકોને અહીંથી પસાર થવામાં સરળતા મળી રહી છે પરંતુ હાલમાં જે રાત્રિના સમયે આ એલિવેટેડ બ્રિજ પર લાઇટ બંધ હોય છે તેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ લાઈટ ચાલુ રાખવા માટે નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. પરંતુ નગરપાલિકા કોરોના કાળમાં ભારે નુકસાન વેઠીને બેઠી છે જેના કારણે દર મહિને બ્રિજ પર આવતો લાઈટ બિલ સાત લાખ રૂપિયા જેટલું હોય છે જે બિલ ભરવાની ક્ષમતા ડીસા નગરપાલિકામાં ન હોવાથી આ તમામ બિલ ભરવાની જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટી હોય છે. જ્યારે પણ આ બ્રિજ બનાવવા માટે ટેન્ડર આપવામાં આવતું હોય છે. ત્યારે તેમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હોય છે કે આ લાઈટોનું બિલ ભરવાની જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટીની હોય છે આ બાબતે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે એલીવેટેડ બ્રિજ પર તાત્કાલિક ધોરણે તમામ લાઈટો ચાલુ કરવામાં આવે તે માટે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાને પણ રજૂઆત કરવામાં આવી છે.આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવતાં આ એલિવેટેડ બ્રિજ બાબતે તેમણેે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો

ABOUT THE AUTHOR

...view details