બનાસકાંઠાઃ સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામાનો કરી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પરખડી ગામની દિકરી ડૉ. અસ્મિતાબેન પોપટભાઇ સોલંકી લોકડાઉન થયું ત્યારથી તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સેવામાં ફરજ નિભાવી રહ્યા છે.
કોરોના સામે ર્ડાક્ટર્સ, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ વગેરે કોરોના વોરિયર્સ બની સેવા આપી રહ્યા છે, ત્યારે કોરોના વોરિયર્સ તરીકે વડગામ તાલુકાના પરખડીના ડૉ. અસ્મિતા સોલંકી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવી રહ્યા છે અને તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં ડૉક્ટર બની દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પરખડી ગામની દિકરી ડૉ. અસ્મિતાબેન પોપટભાઇ સોલંકી લોકડાઉન થયું ત્યારથી તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સેવામાં ફરજ નિભાવે રહ્યા છે.