ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરના એક ગામની નર્સ પાકિસ્તાન સરહદે કોરોના વોરિયર્સ બની કરી રહી છે સેવા

પાલનપુર તાલુકાના વાસણ ગામની દીકરી 130 કિલોમીટર દૂર પાકિસ્તાન સરહદ નજીક સૂઇગામ તાલુકાના મમાણા ગામે કોરોના વોરિયર્સ બની લોકોના આરોગ્યની સંભાળ લઈ રહી છે. એક પિતા માટે ખૂબ ગૌરવ અને આનંદની વાત છે.

પાલનપુરના વાસણ ગામની પરિચારિકા દિકરી પાકિસ્તાન સરહદે કોરોના વોરિયર્સ બની
પાલનપુરના વાસણ ગામની પરિચારિકા દિકરી પાકિસ્તાન સરહદે કોરોના વોરિયર્સ બની

By

Published : May 14, 2020, 5:55 PM IST

બનાસકાંઠાઃ પાલનપુરના વાસણ ગામની પરિચારિકા દિકરી ભારતીબેન ઠાકોરના જે વર્તમાન સમયે છેલ્લા બે માસથી પરિવારજનોને મળ્યા વિના વતનથી 130 કિલોમીટર દૂર પાકિસ્તાન સરહદ નજીક સૂઇગામ તાલુકાના મમાણા ગામે ઉનાળાની બળબળતી ગરમી વચ્ચે કોરોના વોરિયર્સ બની લોકોના આરોગ્યની સંભાળ લઈ રહી છે.

સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ રોકવા માટે જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય, પોલીસ, 108, 181 સહિતની સામાજિક સંસ્થાઓમાં અનેક દીકરીઓ પોતાની ફરજ અદા કરી રહી છે.

પાલનપુરના વાસણ ગામની પરિચારિકા દિકરી પાકિસ્તાન સરહદે કોરોના વોરિયર્સ બની

જેમાં પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે ઠાકોર સમાજના 500 ઘરોમાં સૌ પ્રથમવાર ભારતીબેન મુકેશભાઈ ઠાકોરએ ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગનો કોર્ષ કરી ફિમેલ હેલ્થ વર્કર તરીકે વર્તમાન સમયે કોરોના વાઇરસની મહામારીમાં તે ફરજ બજાવી રહી છે.

પોતાના વતનથી 130 કિલોમીટર દૂર પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા સૂઇગામ તાલુકાના મમાણા સબ સેન્ટરમાં ફરજ બજાવતા ભારતીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, એક તરફ મારા પિતાનું સારણગાંઠનું ઓપરેશન ચાલતું હતું અને હું ઘરેથી નોકરીના સ્થળે જવા નીકળી હતી. જો કે, તે પછી કોરોના વાઇરસનું સંક્રમણ થતાં છેલ્લા બે માસથી ઘરે આવી નથી.

પોતાની વ્હાલસોયી દીકરીની સેવાને બિરદાવતા મુકેશભાઇએ જણાવ્યું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં મારી દીકરી લોકોના આરોગ્યની સંભાળ લઇ રહી છે. એ એક બાપ માટે ખુબ ગૌરવ અને આનંદની વાત છે. આવા કપરા સમયમાં રાષ્ટ્રન માટે સમર્પિતભાવથી સેવા કરવીએ દરેકની ફરજ છે.

ABOUT THE AUTHOR

...view details